Ind Vs NZ: આકાશ દીપે કરિયરમાં બીજીવાર લીધી 5 વિકેટ, ઝહીર-ઈશાંત શર્માની ખાસ ક્લબમાં મેળવી જગ્યા


Ind Vs NZ: આકાશ દીપે હાંસલ કરી આ સિદ્ધિ
Ind Vs NZ: આકાશ દીપે કરિયરમાં બીજીવાર લીધી 5 વિકેટ, ઝહીર-ઈશાંત શર્માની ખાસ ક્લબમાં મેળવી જગ્યા


Ind Vs NZ: આકાશ દીપે હાંસલ કરી આ સિદ્ધિ
Ind Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલમાં 2 મેચની ટેસ્ટ સિરીઝની બીજી અને અંતિમ મેચ રમાઈ રહી છે. મેચના બીજા દિવસે ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ 356 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ઝડપી બોલર આકાશ દીપે શાનદાર બોલિંગ કરીને યજમાન ટીમને મોટો સ્કોર બનાવતાં રોકી હતી.
લાંબા સમય બાદ ફિટનેસ મેળવી ટેસ્ટ સિરીઝમાં વાપસી કરનાર આકાશ દીપે 31.3 ઓવરમાં 99 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ કરિયરમાં આ તેની બીજી વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે જ તેને ન્યૂઝીલેન્ડની ધરતી પર એક ખાસ ભારતીય બોલર્સના લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.
ન્યૂઝીલેન્ડમાં 5 વિકેટ લેનારો પાંચમો ભારતીય ઝડપી બોલર
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં પણ આકાશ દીપે શાનદાર બોલિંગ કરી હતી. પરંતુ તે મેચમાં તેને માત્ર 3 વિકેટ મળી હતી. બીજી ટેસ્ટમાં તેને પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું અને એક જ ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">FIFER. FINALLY. 🔥 Akash Deep finally gets his fifth as New Zealand are bowled out for 356! Watch the HERO VIDA India Tour of New Zealand 2nd Test, Day 2, LIVE NOW on Sony Sports Network TV channels &amp; Sony LIV. #SonySportsNetwork #SonyLIV #NZvIND https://t.co/ySzJp6RkHH</p>— Sony Sports Network (@SonySportsNetwk) <a href="https://x.com/SonySportsNetwk/status/2126493434328572170?ref_src=twsrc%5Etfw">November 28, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
આ સાથે આકાશ દીપ ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ ક્રિકેટની એક ઈનિંગમાં 5 વિકેટ ઝડપનાર પાંચમો ભારતીય ઝડપી બોલર બન્યો છે. આ લિસ્ટમાં ઝહીર ખાન 4 વખત પાંચ વિકેટ સાથે પ્રથમ નંબરે છે. જ્યારે ઈશાંત શર્માએ 3 વખત આ સિદ્ધિ મેળવી છે.
ન્યૂઝીલેન્ડમાં 5 વિકેટ લેનારા ભારતીય ફાસ્ટ બોલર
ઝહીર ખાન – 4 વખત
ઈશાંત શર્મા – 3 વખત
મદનલાલ – 1 વખત
જવાગલ શ્રીનાથ – 1 વખત
આકાશ દીપ – 1 વખત
ન્યૂઝીલેન્ડની ઈનિંગમાં એક પણ સદીની પાર્ટનરશીપ નહીં
ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમ 356 રનમાં ઓલઆઉટ થઈ હતી. આ દરમિયાન બંને બેટર્સ વચ્ચે એક પણ 100 રનની પાર્ટનરશીપ થઈ ન હતી. ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડનો આ બીજો સૌથી મોટો ઈનિંગ સ્કોર છે, જેમાં એક પણ સદીની પાર્ટનરશીપ નોંધાઈ નથી.
આ પહેલાં વર્ષ 1981માં વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે એક પણ સદીની પાર્ટનરશીપ વિના 375 રન બનાવ્યા હતા. આમ ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં ભારતીય બોલર્સ ન્યૂઝીલેન્ડના બેટર્સને મોટી પાર્ટનરશીપ કરતાં રોકવામાં સફળતા મેળવી હતી.
આ પણ વાંચો: Ind Vs NZ: ક્રાઈસ્ટચર્ચમાં ટીમ ઈન્ડિયાનું નિરાશાજનક પ્રદર્શન, ગિલ-પંત અને રાહુલ ફ્લોપ




