Get News Alerts

Never miss breaking news updates.

Ind Vs WI: વેસ્ટ ઈન્ડિઝે 43 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ODI ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ

Ind Vs WI: જોન કેમ્પબેલ, શાઈ હોપ અને આમિર જાંગુની રેકોર્ડ સદીઓએ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમને ભારત સામેનો સૌથી વધુ વનડે સ્કોર બનાવવામાં મદદ કરી, અને 1983નો રેકોર્ડ તોડ્યો.
Nancy ShuklaUpdated on: 30 Sep 2026 07:36 PM IST
Ind Vs WI: વેસ્ટ ઈન્ડિઝે 43 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ODI ક્રિકેટમાં રચ્યો ઈતિહાસInd Vs WI: વેસ્ટ ઈન્ડિઝે 43 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ODI ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ

Ind Vs WI

Ind Vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની ODI સિરીઝની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડીઝે એક સિદ્ધિ હાંસલ કરી. વેસ્ટ ઈન્ડીઝના ત્રણ બેટ્સમેને સદી ફટકારીને ઈતિહાસ રચ્યો. વધુમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમે ભારત સામે સૌથી વધુ ODI સ્કોર પણ નોંધાવ્યો. આજે ગુવાહાટીમાં ટીમનો સ્કોર અભૂતપૂર્વ હતો. ટીમે 43 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

1983માં વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે 1 વનડેમાં 333 રન બનાવ્યા હતા

વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ ટીમે ભારત સામે પોતાનો સૌથી વધુ વનડે સ્કોર નોંધાવ્યો છે. આ પહેલા વેસ્ટ ઈન્ડીઝે 7 ડિસેમ્બર, 1983 ના રોજ જમશેદપુરમાં રમાયેલી એક વનડે મેચમાં 8 વિકેટે 333 રન બનાવ્યા હતા. તે રેકોર્ડ હવે તૂટી ગયો છે. આ 43 વર્ષમાં કોઈ પણ ટીમે ભારત સામે આટલા રન બનાવ્યા નથી. આ 50 ઓવરની મેચમાં વેસ્ટ ઈન્ડીઝે 42મી ઓવરમાં 333 રન બનાવ્યા.

જોન કેમ્પબેલ, શાઈ હોપ અને આમિર જાંગુએ વિસ્ફોટક સદી ફટકારી હતી

ખાસ વાત એ હતી કે આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના 3 બેટ્સમેને સદી ફટકારી હતી. આ પહેલી વાર છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ત્રણ બેટ્સમેને એક જ મેચમાં ત્રણ સદી ફટકારી હોય. પહેલા જોન કેમ્પબેલે 68 બોલમાં 101 રન બનાવ્યા હતા. આ પછી કેપ્ટન શાઈ હોપે પણ સદી ફટકારી હતી. શાઈ હોપે 94 બોલમાં 104 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ પછી આમિર જાંગુએ પણ સદી ફટકારી હતી. તેને 77 બોલમાં 114 રન બનાવ્યા હતા. આ ત્રણેય બેટ્સમેને મળીને 300 થી વધુ રન બનાવ્યા હતા.

વનડે ક્રિકેટમાં આ છઠ્ઠી વખત છે જ્યારે કોઈ એક ટીમના બેટ્સમેનોએ ત્રણ સદી ફટકારી હોય

ODI ક્રિકેટ ઈતિહાસમાં આ છઠ્ઠી વખત છે જ્યારે કોઈ ટીમના ત્રણ બેટ્સમેને સદી ફટકારી છે. આ પહેલી વાર છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝે આ સિદ્ધિ હાંસલ કરી છે, અને એટલું જ નહીં ભારત સામે પણ આ પહેલી વાર બન્યું છે. આ પહેલા 2023માં 3 ઓસ્ટ્રેલિયન બેટ્સમેને સાઉથ આફ્રિકા સામે 3 સદી ફટકારી હતી.

ભારત સામે સૌથી મોટા રન ચેઝનું દબાણ

ભારત સામે તેનો સૌથી વધુ સફળ ODI રન ચેઝ પૂર્ણ કરવાનું દબાણ હશે. ભારતનો અત્યાર સુધીનો સૌથી વધુ સફળ રન ચેઝ 2013 માં ઓસ્ટ્રેલિયા સામે 360 રન હતો. તે મેચમાં રોહિત શર્માએ અણનમ 141 અને વિરાટ કોહલીએ અણનમ 100 રન બનાવ્યા હતા. ભારતે ફક્ત 43.3 ઓવરમાં જીત મેળવી હતી. આજે સારું પ્રદર્શન કરવા માટે ભારતને 'રો-કો' ની જરૂર પડશે.

આ પણ વાંચો: Asian Games 2026: ભારતીય વિમેન્સ હોકી ટીમ ફાઈનલમાં પહોંચી, ગોલ્ડ મેડલ માટે ચીન સામે થશે ટક્કર

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.