IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સે આપી મોટી હિન્ટ, રોહિત શર્મા ફરી બનશે કેપ્ટન? 27 નવેમ્બરે 5:45 વાગ્યે થશે જાહેરાત


IPL 2027: રોહિત શર્મા ફરી બનશે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન?
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સે આપી મોટી હિન્ટ, રોહિત શર્મા ફરી બનશે કેપ્ટન? 27 નવેમ્બરે 5:45 વાગ્યે થશે જાહેરાત


IPL 2027: રોહિત શર્મા ફરી બનશે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન?
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સ IPL 2027 માટે નવા કેપ્ટનની જાહેરાત 27 નવેમ્બર, શુક્રવારે કરવાની છે. ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ અંગે માહિતી આપી છે. પોસ્ટની ખાસ ટાઈમિંગને કારણે ફેન્સમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે રોહિત શર્મા ફરી એકવાર ટીમની કમાન સંભાળી શકે છે. આ પહેલાં પણ મુંબઈ ઈન્ડિયન્સે એક તસવીર શેર કરી હતી, જેના પરથી ફેન્સે રોહિતની વાપસીના સંકેત સમજ્યા હતા.
સાંજે 5:45 વાગ્યે થશે કેપ્ટનના નામની જાહેરાત
મુંબઈ ઈન્ડિયન્સે સાંજે બરાબર 5:45 વાગ્યે પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં મોટી જાહેરાત કરવામાં આવશે. આ જાહેરાત ટીમના કેપ્ટનને લઈને હોવાની માહિતી સામે આવી છે. એટલે હવે શુક્રવારે સાંજે 5:45 વાગ્યે નવા કેપ્ટનના નામની જાહેરાત થઈ શકે છે.
પોસ્ટની ટાઈમિંગે ફેન્સનું ખાસ ધ્યાન ખેંચ્યું છે. રોહિત શર્માની જર્સીનો નંબર 45 છે. આથી 5:45 વાગ્યાના સમયને રોહિત સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સે પાંચ IPL ટ્રોફી જીતી છે. તેથી ફેન્સ માની રહ્યા છે કે ફ્રેન્ચાઈઝી ફરી એકવાર તેમને કેપ્ટન બનાવી શકે છે. પરંતુ સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી આ માત્ર અટકળો જ છે.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">24 hours to go ⏳ https://t.co/dXs6WQswnr</p>— Mumbai Indians (@mipaltan) <a href="https://x.com/mipaltan/status/2125926290956157281?ref_src=twsrc%5Etfw">November 26, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
હાર્દિક પંડ્યાને ટ્રેડ કરીને પંજાબ કિંગ્સમાં મોકલ્યો
મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ટ્રેડ દ્વારા પંજાબ કિંગ્સમાં મોકલી દીધો છે. તેના બદલામાં અર્શદીપ સિંહ મુંબઈની ટીમમાં જોડાયો છે. અગાઉ રોહિત શર્માને કેપ્ટનપદેથી હટાવીને હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી હતી. પરંતુ હાર્દિકની આગેવાનીમાં ટીમ અપેક્ષિત સફળતા મેળવી શકી ન હતી.
રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સ 5 વખત IPL ચેમ્પિયન બની છે. હવે ફ્રેન્ચાઈઝી ફરી તેમને જવાબદારી સોંપે છે કે અન્ય કોઈ ખેલાડીની પસંદગી કરે છે તે 27 નવેમ્બરની જાહેરાત બાદ સ્પષ્ટ થશે.
IPL 2027 ઓક્શન પહેલાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ
IPL 2027ના ઓક્શન પહેલાં મુંબઈ ઈન્ડિયન્સે 16 ખેલાડીઓને પોતાની ટીમમાં જાળવી રાખ્યા છે. ટ્રેડ દ્વારા ટીમમાં આવેલા અર્શદીપ સિંહનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ
રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, તિલક વર્મા, નમન ધીર, અશ્વની કુમાર, કોર્બિન બોશ, મિચેલ સેન્ટનર, ક્વિન્ટન ડી કોક, રઘુ શર્મા, રાજ અંગદ બાવા, રિયાન રિકલ્ટન, શાર્દુલ ઠાકુર, શેરફેન રધરફોર્ડ, વિલ જેક્સ, અર્શદીપ સિંહ (ટ્રેડ દ્વારા સામેલ)
IPL 2027 માટે ખેલાડીઓના ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાવાની છે. હવે મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન અંગેની જાહેરાત પર ફેન્સની નજર રહેલી છે.




