IPL 2027: ઓક્શન પહેલાં મોટી ટ્રેડ ડીલ! હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની ટીમ બદલવાની ચર્ચા તેજ


IPL 2027: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની થશે ટ્રેડ ડીલ?
IPL 2027: ઓક્શન પહેલાં મોટી ટ્રેડ ડીલ! હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની ટીમ બદલવાની ચર્ચા તેજ


IPL 2027: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની થશે ટ્રેડ ડીલ?
IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મોટો ખેલાડી ટ્રેડ થવાની શક્યતા છે. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો સાથ છોડીને પંજાબ કિંગ્સ સાથે જોડાઈ શકે છે, જ્યારે લેફ્ટ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુંબઈની ટીમમાં સામેલ થઈ શકે છે. બંને ફ્રેન્ચાઈઝી વચ્ચે આ ટ્રેડને લઈને વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી હોવાની ચર્ચા છે.
ટ્રેડ માટે બંને ટીમો વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં
મીડિયા રિપોર્ટ મુજબ બંને ટીમોએ BCCIની નિર્ધારિત પ્રક્રિયા હેઠળ એકબીજાને એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ પણ સોંપી દીધા છે. પરંતુ આ ટ્રેડને સત્તાવાર બનાવવા માટે ખેલાડીઓની લેખિત સંમતિ, કરારની શરતો અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની બાકી છે.
મીડિયા રિપોર્ટ મુજબ શરૂઆતમાં હાર્દિક પંડ્યાના નિર્ણયને લઈને થોડી અડચણ આવી હતી. તેને નિર્ણય લેવા માટે સમય માગ્યો હોવાનું કહેવાય છે. પરંતુ હવે બંને ખેલાડીઓ આ ટ્રેડ માટે સંમત થયા હોવાની માહિતી સામે આવી છે. ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે ફી અને કરારની શરતો નક્કી થયા બાદ BCCIની મંજૂરીથી સત્તાવાર જાહેરાત થઈ શકે છે. હાલમાં આ ડીલમાં અન્ય કોઈ ત્રીજો ખેલાડી સામેલ હોવાની માહિતી નથી.
અર્શદીપના આગમનથી મુંબઈની બોલિંગ થશે મજબૂત?
મુંબઈ ઈન્ડિયન્સ માટે અર્શદીપ સિંહને ટીમમાં સામેલ કરવો બોલિંગ વિભાગને મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું બની શકે છે. ટીમને જસપ્રીત બુમરાહની સાથે નવા બોલ અને ડેથ ઓવર્સમાં જવાબદારી સંભાળી શકે તેવા વિશ્વસનીય ઝડપી બોલરની જરૂર છે.
છેલ્લી IPL સિઝનમાં ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચહરનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું ન હતું. આવી સ્થિતિમાં અર્શદીપનો અનુભવ અને લેફ્ટ બોલિંગ મુંબઈ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
5 વર્ષ બાદ હાર્દિક પંડ્યા કેપ્ટનશિપથી થઈ શકે દૂર
હાર્દિક પંડ્યા માટે પંજાબ કિંગ્સ સાથે જોડાવું કરિયરનો મોટો બદલાવ બની શકે છે. છેલ્લા 5 વર્ષથી તે અલગ-અલગ ટીમોની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેને ગુજરાત ટાઈટન્સને 2 સિઝન સુધી લીડ કરી હતી અને ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી હતી.
પરંતુ પંજાબ કિંગ્સમાં તેને કેપ્ટનશીપ મળવાની શક્યતા ઓછી હોવાનું માનવામાં આવે છે. પંજાબની ટીમ અત્યાર સુધી IPLનો ખિતાબ જીતી શકી નથી. 2025ની સિઝનમાં ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી, પરંતુ ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. આવી સ્થિતિમાં હાર્દિક જેવા અનુભવી ઓલરાઉન્ડરનું આગમન પંજાબની ટીમને વધુ મજબૂતી આપી શકે છે. પરંતુ આ ટ્રેડ અંગે બંને ફ્રેન્ચાઈઝી કે BCCI તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: Rohit Sharma: રોહિત શર્માનો ઐતિહાસિક રેકોર્ડ, ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બન્યો




