IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની ટ્રેડ પર BCCIની મહોર! MI અને PBKS વચ્ચે થઈ મોટી ડીલ

IPL 2027 Trade: BCCIએ હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની ટ્રેડ ડીલને મંજૂરી આપી છે. હાર્દિક પંજાબ કિંગ્સમાં અને અર્શદીપ મુંબઈ ઈન્ડિયન્સમાં રમશે. જાણો ડિટેલ્સ.
Nancy Shukal
Nancy Shukal
IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપની ડીલને BCCIની મંજૂરીIPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપની ડીલને BCCIની મંજૂરી

IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપની ડીલને BCCIની મંજૂરી

IPL 2027 Trade: IPLના ઈતિહાસની સૌથી મોટી ટ્રેડ ડીલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની ટ્રેડ ડીલને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે થયેલા આ ખેલાડીઓના ટ્રેડને બોર્ડ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. હવે બંને ફ્રેન્ચાઈઝી ગમે ત્યારે આ ડીલની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ BCCI અને ફ્રેન્ચાઈઝીના આંતરિક સૂત્રોએ આ ટ્રેડ ડીલને મંજૂરી મળી હોવાની પુષ્ટિ કરી છે. બપોરના સમયે આ ડીલને ઔપચારિક મંજૂરી આપવામાં આવી હતી અને બંને ટીમોને પણ તેની જાણકારી આપી દેવામાં આવી છે. આ ડીલની સૌથી ખાસ વાત એ છે કે બંને ખેલાડીઓની સેલરીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

હાર્દિકને મળશે 16.35 કરોડ, અર્શદીપને 18 કરોડ રૂપિયા

ટ્રેડ ડીલ અનુસાર, હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સ તરફથી રમતો જોવા મળશે. પંજાબની ટીમમાં તેને અગાઉની જેમ જ 16.35 કરોડ રૂપિયાની સેલરી મળશે. બીજી તરફ, અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ થશે અને તેને પણ અગાઉની જેમ 18 કરોડ રૂપિયા મળશે.

આ કારણે ટ્રેડ ડીલમાં થયો વિલંબ

આ ડીલની ચર્ચા લગભગ એક અઠવાડિયા પહેલાં શરૂ થઈ હતી, પરંતુ ખેલાડીઓ દ્વારા જરૂરી દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં સમય લાગતાં પ્રક્રિયામાં વિલંબ થયો હતો. બંને ખેલાડીઓએ પોતાની-પોતાની ફ્રેન્ચાઈઝી સાથે વધુ ચર્ચા કર્યા બાદ ટ્રેડ માટે સંમતિ આપી હતી. ત્યારબાદ બંને ટીમોએ BCCI સમક્ષ આ ડીલમાં રસ દર્શાવ્યો હતો અને અંતે બોર્ડે તેને મંજૂરી આપી હતી.

શું પંજાબ કિંગ્સની કેપ્ટનશિપ કરશે હાર્દિક પંડ્યા?

હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં જોડાયા બાદ સૌથી મોટો સવાલ તેની ભૂમિકાને લઈને છે. શું તે ટીમનો કેપ્ટન બનશે કે પછી માત્ર ખેલાડી તરીકે રમશે? હાલમાં પંજાબ કિંગ્સની કમાન શ્રેયસ ઐયરના હાથમાં છે. આવી સ્થિતિમાં હાર્દિકને કેપ્ટનશિપ સોંપવામાં આવે તેવી શક્યતા ઓછી જણાય છે.

શ્રેયસ ઐયર ટીમનો સફળ કેપ્ટન છે અને ભારતીય ક્રિકેટમાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા છે. તેથી હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં એક ખેલાડી તરીકે રમે તેવી શક્યતા વધુ છે. હવે જોવાનું એ રહેશે કે આગામી IPL સિઝનમાં હાર્દિક અને અર્શદીપ પોતાની નવી ટીમ માટે કેવું પ્રદર્શન કરે છે.

આ પણ વાંચો: IPL 2028: IPLમાં રમતી જોવા મળશે 12 ટીમો? BCCI બે નવી ફ્રેન્ચાઈઝી સામેલ કરવાની તૈયારીમાં