IPL 2028: IPLમાં રમતી જોવા મળશે 12 ટીમો? BCCI બે નવી ફ્રેન્ચાઈઝી સામેલ કરવાની તૈયારીમાં


IPL 2028: IPLમાં જોડાશે 2 નવી ટીમો? જાણો
IPL 2028: IPLમાં રમતી જોવા મળશે 12 ટીમો? BCCI બે નવી ફ્રેન્ચાઈઝી સામેલ કરવાની તૈયારીમાં


IPL 2028: IPLમાં જોડાશે 2 નવી ટીમો? જાણો
IPL 2028: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઈપીએલમાં વધુ બે નવી ટીમો સામેલ કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે તો વર્ષ 2028થી આઈપીએલમાં 10ને બદલે કુલ 12 ટીમો રમતી જોવા મળી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ આઈપીએલ 2027ના ઓક્શન પહેલાં તમામ 10 ફ્રેન્ચાઈઝી પોતાની રિટેન્શન લિસ્ટ તૈયાર કરી રહી છે. આ લિસ્ટ જમા કરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે. આ દરમિયાન મીડિયા રિપોર્ટ મુજબ દાવો કરવામાં આવ્યો છે કે BCCI આગામી મીડિયા રાઈટ્સ સાયકલ એટલે કે 2028થી 2032 દરમિયાન ટૂર્નામેન્ટનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યું છે.
વડોદરા અને પુણે બની શકે છે નવી ટીમોનાં હોમ ગ્રાઉન્ડ
મીડિયા રિપોર્ટ મુજબ નવી બે ટીમો માટે ગુજરાતનું વડોદરા અને મહારાષ્ટ્રનું પુણે સંભવિત શહેરો તરીકે ચર્ચામાં છે. પરંતુ આ અંગેની વાતચીત હજુ પ્રારંભિક તબક્કામાં છે અને શહેરોની પસંદગી પર અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલે આગામી સમયમાં આ શહેરોમાં ફેરફાર પણ થઈ શકે છે.
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે નવી ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવા માટે દેશ-વિદેશના મોટા બિઝનેસ ગ્રુપ અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો રસ દાખવી રહ્યા છે. દરેક નવી ટીમનું મૂલ્યાંકન એક અબજ ડોલરથી વધુ થઈ શકે છે. સંભવિત રોકાણકારોમાં પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ્સ, પશ્ચિમ એશિયાના સોવરિન વેલ્થ ફંડ, અમેરિકાના ફેમિલી ઓફિસ અને ભારતનાં મોટા બિઝનેસ ગ્રુપ સામેલ હોઈ શકે છે.
પુણે અગાઉ પણ બે IPL ટીમોનું હોમ ગ્રાઉન્ડ રહી ચૂક્યું છે
પુણે અગાઉ 2 આઈપીએલ ફ્રેન્ચાઈઝીનું હોમ ગ્રાઉન્ડ રહી ચૂક્યું છે. વર્ષ 2011થી 2013 દરમિયાન પુણે વોરિયર્સ ઈન્ડિયા અને 2016 તથા 2017માં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સે અહીં પોતાની ઘરઆંગણાની મેચો રમી હતી.
તમને જણાવી દઈએ કે વર્ષ 2021 સુધી આઈપીએલમાં કુલ 8 ટીમો રમતી હતી. ત્યારબાદ 2022માં ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના કારણે ટીમોની સંખ્યા વધીને 10 થઈ હતી.
IPL 2027માં રમનારી 10 ટીમો
1. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
2. મુંબઈ ઈન્ડિયન્સ (MI)
3. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)
4. રાજસ્થાન રોયલ્સ (RR)
5. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)
6. કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)
7. પંજાબ કિંગ્સ (PBKS)
8. દિલ્હી કેપિટલ્સ (DC)
9. ગુજરાત ટાઈટન્સ (GT)
10. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)
હાલમાં આઈપીએલમાં બે નવી ટીમો ઉમેરવા અંગે માત્ર વિચારણા અને ચર્ચા ચાલી રહી છે. તેથી 2028થી 12 ટીમો રમશે કે નહીં તે અંગે BCCIના સત્તાવાર નિર્ણયની રાહ જોવી પડશે.
આ પણ વાંચો: U19 Asia Cup: આર્યવીર સહેવાગે UAE સામે ફટકારી ધમાકેદાર સદી, 160 રન બનાવી આઉટ




