Get News Alerts

Never miss breaking news updates.

Chandan Rathod Passed Away : ભાભર નજીક માર્ગ અકસ્માતમાં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર 'ગુજ્જુ લવ ગુરુ'નું મોત

Chandan Rathod Passed Away : વાવ-થરાદ જિલ્લામાં ભાભર નજીક થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડ ઉર્ફે 'ગુજ્જુ લવ ગુરુ'નું મોત થયું છે.
Kunjan ShuklaUpdated on: 17 Sep 2026 03:49 PM IST
Chandan Rathod Passed Away : ભાભર નજીક માર્ગ અકસ્માતમાં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર 'ગુજ્જુ લવ ગુરુ'નું મોતChandan Rathod Passed Away : ભાભર નજીક માર્ગ અકસ્માતમાં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર 'ગુજ્જુ લવ ગુરુ'નું મોત

Chandan Rathod Passed Away

Chandan Rathod Passed Away : વાવ-થરાદ જિલ્લામાં ભાભર નજીક થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડ ઉર્ફે 'ગુજ્જુ લવ ગુરુ'નું મોત થયું છે. આ દુર્ઘટનાને પગલે તેમના ફેન્સ અને સોશિયલ મીડિયા જગતમાં શોકની લાગણી પ્રસરી છે.

અકસ્માતમાં ચંદન રાઠોડને ગંભીર ઈજાઓ થઈ હતી

મળતી માહિતી મુજબ, ભાભર નજીક આવેલી હરિધામ ગૌશાળા પાસે બે બાઈક સામસામે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બાઈક સવારને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ચંદન રાઠોડને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્મત બાદ ભાભર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અકસ્માતનો કેસ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અકસ્માત કયા સંજોગોમાં થયો અને બંને બાઈકની ઝડપ કેટલી હતી સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર તેમના 18 લાખથી વધુ ફોલોઅર્સ

અકસ્માતમાં મૃત્યુ પામેલા ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે જાણીતા હતા. તેઓ ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય હતા અને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો તેમને ફોલો કરતા હતા. મળતી માહિતી મુજબ, ઈન્સ્ટાગ્રામ પર તેમના 18 લાખથી વધુ ફોલોઅર્સ હતા. તેઓ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના કન્ટેન્ટ દ્વારા લોકો સાથે જોડાયેલા રહેતા હતા.

અકસ્માત બાદ તેમના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાતા તેમના ફેન્સમાં દુઃખની લાગણી જોવા મળી હતી. અનેક લોકોએ સોશિયલ મીડિયા મારફતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. ભાભર પોલીસ દ્વારા અકસ્માતની સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને અકસ્માતમાં સંડોવાયેલા વાહનો તથા અન્ય પરિસ્થિતિઓ અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Dahod : જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ અલ્પાહાર યોજનાનો શુભારંભ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.