Ahmedabad Ellisbridge Police : અમદાવાદમાં એલિસબ્રિજ પોલીસે કર્યો ચકલી ગેંગનો પર્દાફાશ, ઘરફોડ અને વાહનચોરીના 5 ગુનાનો ભેદ ઉકેલી બે આરોપી ઝડપ્યા

Ahmedabad Ellisbridge Police : અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી અને વાહનચોરીના ગુનાઓને અંજામ આપતા આરોપીઓ સામે એલિસબ્રિજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
Vivek Shah
Vivek Shah
Ahmedabad Ellisbridge Police અમદાવાદમાં ચોરીના 5 ગુના ઉકેલાયાAhmedabad Ellisbridge Police અમદાવાદમાં ચોરીના 5 ગુના ઉકેલાયા

Ahmedabad Ellisbridge Police અમદાવાદમાં ચોરીના 5 ગુના ઉકેલાયા

Ahmedabad Ellisbridge Police : પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી એલિસબ્રિજ સહિત વાસણા, વેજલપુર, ગુજરાત યુનિવર્સિટી અને મણિનગર પોલીસ સ્ટેશનના કુલ પાંચ ગુનાઓનો ભેદ ઉકેલ્યો હોવાનો દાવો કર્યો છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમીના આધારે પોલીસે ભુદરપુરા-આંબાવાડી વિસ્તારમાં રહેતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

પોલીસે બીજલ ઉર્ફે ચકલી ગણેશભાઈ ગીરધરભાઈ ભીલ (ઉંમર 20 વર્ષ) અને ઋષભ ઉર્ફે ભકો રાજેશભાઈ પરમાર (ઉંમર 22 વર્ષ)ની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, બંનેની પૂછપરછ અને તપાસ દરમિયાન ચોરીના ગુનાઓ સાથે જોડાયેલા મુદ્દામાલની રિકવરી કરવામાં આવી હતી.

આરોપીઓ પાસેથી 24 કેરેટ સોનાનું 10 ગ્રામનું બિસ્કિટ, રોકડા રૂપિયા 9,300 અને ત્રણ મોપેડ ટુ-વ્હીલર સહિત એક થ્રી-વ્હીલર કબજે કરવામાં આવ્યું હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. પોલીસે આ મુદ્દામાલના આધારે પાંચ ગુનાઓનો ભેદ ઉકેલ્યો હોવાનો દાવો કર્યો છે. આ પાંચ ગુનાઓમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો ગુનો તેમજ ગુજરાત યુનિવર્સિટી, વાસણા, વેજલપુર અને મણિનગર પોલીસ સ્ટેશનના વાહનચોરીના ગુનાઓનો સમાવેશ થાય છે.

બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપ્યા

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી બીજલ ઉર્ફે ચકલીનો અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી સહિતના ગુનાઓમાં ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો છે. તેની સામે અમદાવાદના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં અગાઉ અનેક કેસ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. અન્ય આરોપી ઋષભ સામે પણ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.

આ કેસમાં રાહુલ જગદીશભાઈ વાઘેલાનું નામ પણ આરોપીઓની યાદીમાં દર્શાવવામાં આવ્યું છે, જોકે પ્રેસનોટમાં તેની ધરપકડ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. એલિસબ્રિજ પોલીસની આ કામગીરીથી અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં નોંધાયેલા પાંચ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Hafeshwar Harsh Sanghavi : હાફેશ્વરમાં 100થી વધુ હોમ સ્ટે બનાવાશે, હર્ષ સંઘવીએ યુવાનો સાથે સંવાદ કરી ટીમલીના તાલે ઝૂમ્યા