Ahmedabad Drug Factory Case: સરખેજ લબ્બેક પાર્ક ડ્રગ્સ ફેક્ટરી કેસમાં વધુ એકની ધરપકડ, કેમિકલ એન્જિનિયર હર્ષિલ પરીખ ઝડપાયો


NCBએ કેમિકલ એન્જિનિયર હર્ષિલ પરીખની ધરપકડ કરી
Ahmedabad Drug Factory Case: સરખેજ લબ્બેક પાર્ક ડ્રગ્સ ફેક્ટરી કેસમાં વધુ એકની ધરપકડ, કેમિકલ એન્જિનિયર હર્ષિલ પરીખ ઝડપાયો


NCBએ કેમિકલ એન્જિનિયર હર્ષિલ પરીખની ધરપકડ કરી
Ahmedabad Drug Factory Case: અમદાવાદમાં સરખેજના લબ્બેક પાર્ક ખાતે ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ને વધુ એક મોટી સફળતા મળી છે. NCBએ આ કેસમાં અમરાઈવાડી વિસ્તારમાંથી કેમિકલ એન્જિનિયર હર્ષિલ પરીખની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે હર્ષિલ ડ્રગ્સ ફેક્ટરી ઊભી કરવામાં અગાઉ ઝડપાયેલા આરોપી મુદ્દસર પઠાણને મદદ કરતો હતો.
View post on Instagram
હર્ષિલ જરૂરી કેમિકલ અને રો-મટીરિયલ પૂરું પાડતો
મળતી માહિતી મુજબ, હર્ષિલ પરીખ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)માંથી કેમિકલ એન્જિનિયરિંગમાં PhD કરી રહ્યો હતો. આ ઉપરાંત તે વટવા વિસ્તારમાં આવેલી એક ખાનગી કેમિકલ ફેક્ટરીમાં નોકરી કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. NCBની તપાસ મુજબ, હર્ષિલ ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ અને રો-મટીરિયલ પૂરું પાડતો હતો. એટલું જ નહીં, ડ્રગ્સ તૈયાર કરવા માટે કેમિકલના મિશ્રણ અને તેની પ્રક્રિયા અંગે પણ મુદ્દસર પઠાણને માર્ગદર્શન આપતો હતો.
FSLના પુરાવાઓના આધારે હર્ષિલની સંડોવણી સામે આવી
તપાસમાં વધુ ખુલાસો થયો છે કે મુદ્દસર પઠાણ હર્ષિલના બેન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતો હતો. ત્યારબાદ હર્ષિલ પોતાના બેન્ક એકાઉન્ટ મારફતે ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ ખરીદતો હતો. વર્ષ 2024માં મુદ્દસરે હર્ષિલને આર્થિક મદદ કરીને કથિત ષડયંત્ર રચ્યું હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. NCBએ કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR), મોબાઈલ લોકેશન અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના પુરાવાઓના આધારે હર્ષિલની સંડોવણી શોધી કાઢી હતી. ત્યારબાદ અમરાઈવાડીમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં તપાસ દરમિયાન અન્ય બે આરોપીઓની સંડોવણી હોવાની વિગતો પણ સામે આવી છે. NCB દ્વારા આ બંને શખ્સોની ભૂમિકા અંગે તપાસ તેજ કરવામાં આવી છે. હર્ષિલની પૂછપરછમાં ડ્રગ્સ નેટવર્ક અને કેમિકલ સપ્લાય ચેઈન અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો: Ahmedabad News: ગુજરાતને નશામુક્ત બનાવવા NCBનો એક્શન પ્લાન, ડ્રગ્સના સોદાગરોની નાણાકીય તપાસ થશે




