Ahmedabad Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજીના રથ નિજ મંદિર પહોંચ્યા


Ahmedabad Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજીના રથ નિજ મંદિર પહોંચ્યા


અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રાનો આજે ગુરુવારે ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય પ્રારંભ થયો. જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ગણાતી આ રથયાત્રાને નિહાળવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસર અને માર્ગો પર ઉમટી પડ્યા હતા. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી વિધિવત રીતે સંપન્ન થઈ હતી. આ પવિત્ર પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંગળા આરતી બાદ ભગવાનને પરંપરાગત વિશિષ્ટ ખીચડાનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને શણગારેલા ભવ્ય રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. સવારે અંદાજે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત ‘પહિંદ’ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. આ વિધિ ભગવાન પ્રત્યેની સેવા અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે.
સવારે લગભગ 7:30 વાગ્યે ત્રણેય રથ મંદિર પરિસરમાંથી નગરયાત્રા માટે નીકળશે. રથયાત્રાના મોખરે ગજરાજ રહેશે, જ્યારે વિવિધ અખાડાઓ, ભજન મંડળીઓ, શોભાયાત્રાઓ અને સાંસ્કૃતિક ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર માર્ગ પર સુરક્ષા અને વ્યવસ્થાના વ્યાપક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. અમદાવાદની આ ઐતિહાસિક રથયાત્રા માત્ર ધાર્મિક આસ્થાનું નહીં પરંતુ શહેરની સાંસ્કૃતિક પરંપરા, સામાજિક એકતા અને ભક્તિના અનોખા ઉત્સવનું પણ જીવંત પ્રતિક માનવામાં આવે છે.
રથયાત્રાનો રુટ
• જગન્નાથ મંદિર
• AMC ઓફિસ
• ઢાળની પોળ
• રાયપુર ચકલા
• ખાડિયા
• કાલુપુર રેલવે સ્ટેશન
• કાલુપુર દરવાજા
• સરસપુર
• પ્રેમ દરવાજા
• દિલ્હી ચકલા
• શાહપુર દરવાજા
• આર.સી. હાઈસ્કૂલ
• ઘી કાંટા
• માણેકચોક
• જગન્નાથજી મંદિર
10:02 PM 16 Jul 2026
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજીના રથ નગરચર્યા પૂર્ણ કરીને નિજ મંદિર પહોંચ્યા
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજીના રથ નગરચર્યા પૂર્ણ કરીને નિજ મંદિર પરત ફર્યા છે. 'જય રણછોડ, માખણચોર' અને 'જય જગન્નાથ' ના નારાઓ સાથે ભક્તોએ ભગવાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું
08:51 PM 16 Jul 2026
ભગવાનના રથ પાનકોર નાકા પહોંચ્યા, ગજરાજોનું નિજ મંદિર ખાતે આગમન!
ભગવાનના રથ પાનકોર નાકા પહોંચ્યા, ગજરાજોનું નિજ મંદિર ખાતે આગમન!
06:51 PM 16 Jul 2026
ભગવાન જગન્નાથ સહિત ત્રણેય રથ દરિયાપુરથી રવાના થયા
ભગવાન જગન્નાથ સહિત ત્રણેય રથ દરિયાપુરથી રવાના થયા
06:32 PM 16 Jul 2026
રાજ્ય પોલીસ વડા અને પોલીસ કમિશનર બંને દરિયાપુર તંબુ ચોકી ખાતે રથયાત્રા નિહાળી
રાજ્ય પોલીસ વડા અને પોલીસ કમિશનર બંને દરિયાપુર તંબુ ચોકી ખાતે રથયાત્રા નિહાળી હતી. રથયાત્રા 2 કલાક મોડી ચાલી રહી છે. સાંજે 4 વાગ્યાની જગ્યાએ 6 વાગ્યે રથ દરિયાપુરમાં પહોંચ્યા છે.
06:12 PM 16 Jul 2026
હર્ષ સંઘવી પ્રેમ દરવાજાથી તંબુ ચોકી સુધી ચાલતા નીકળ્યા
ભગવાનનો પહેલો રથ પ્રેમ દરવાજા પહોંચી ગયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેમ દરવાજાથી તંબુ ચોકી સુધી ચાલતા નીકળ્યા છે. અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રા ભારે ઉત્સાહ સાથે નીકળી હતી. આ પવિત્ર અવસરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ હાજરી આપી ભગવાનના આશીર્વાદ લીધા. 'જય જગન્નાથ'ના નાદથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું છે. અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી આ યાત્રાએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી છે
06:12 PM 16 Jul 2026
ગજરાજ પાનકોર નાકા પહોંચ્યા
ગજરાજ, ટેબ્લો અને ટ્રકો સહિતની યાત્રા પાનકોર નાકા સુધી પહોંચી છે. ભગવાનના ત્રણેય રથ હવે નીજ મંદિર તરફ રવાના થયા છે.
06:12 PM 16 Jul 2026
હર્ષ સંઘવી પ્રેમ દરવાજાથી રથયાત્રામાં જોડાયા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેમ દરવાજાથી રથયાત્રામાં જોડાયા છે. તેમની સાથે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, રાજ્યના પોલીસ વડા જી.એસ મલિક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે.
05:53 PM 16 Jul 2026
રથયાત્રા 1:30 કલાક મોડી, ભગવાનના રથ પ્રેમ દરવાજા પહોંચ્યા
દર વખતે રથ દરિયાપુરથી 4 વાગ્યાની આસપાસ પસાર થઈને જતાં રહે છે. પણ આ વખતે 5:30 થયા છતાં હજુ અખાડા જ દરિયાપુર પહોંચ્યા છે. હજુ ભજન મંડળી પણ દરિયાપુરથી આગળ વધી નથી. તેવામાં રથ પણ પ્રેમ દરવાજા પાસે છે. રથયાત્રા 1:30 કલાક મોડી ચાલી રહી છે.
05:42 PM 16 Jul 2026
ભગવાનનો પહેલો રથ કાલુપુર પહોંચ્યો
ભગવાનનો પહેલો રથ કાલુપુર પહોંચ્યો, ભજન મંડળી દરિયાપુર પહોંચી છે. પોલીસ કમિશ્નરે રથયાત્રાને ઝડપથી આગળ વધારવા સૂચના આપી હોવાની વિગતો સામે આવી છે.
05:12 PM 16 Jul 2026
શાહપુરમાં પોલીસની રથયાત્રા પર ચાંપતી નજર
પોલીસ શાહપુરમાં રથયાત્રા પર ચાંપતી નજર રાખી રહી છે. રંગીલા પોલીસ સ્ટેશન આસપાસના મકાનો પરથી પોલીસની ચાંપતી નજર છે. રથયાત્રામાં જોડાયેલા ટેબ્લો અને રથ પસાર થતાં જ પોલીસ સક્રિય થઈ છે અને રથયાત્રા પર નજર રાખવામાં આવી રહી છે.
04:51 PM 16 Jul 2026
અમદાવાદની 149મી રથયાત્રા માટે PM મોદીએ દિલ્હીથી મોકલ્યો વિશેષ પ્રસાદ
અમદાવાદની 149મી રથયાત્રા માટે PM મોદીએ દિલ્હીથી મોકલ્યો વિશેષ પ્રસાદ
04:47 PM 16 Jul 2026
દરિયાપુરમાં ઉમટ્યું માનવ મહેરામણ

રથયાત્રા દરિયાપુર ખાતે પહોંચતા જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાન જગન્નાથજીના દર્શન કરવા અને પાવન પ્રસાદ મેળવવા માટે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ અને આતુરતા જોવા મળી રહી છે. ભક્તોની અસાધારણ ભીડને નિયંત્રિત કરવા અને રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે સમગ્ર રૂટ પર મજબૂત બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સતત ખડેપગે છે.
04:42 PM 16 Jul 2026
ત્રણે રથ નીજ મંદિર તરફ આગળ વધ્યા
અમદાવાદમાં ચાલી રહેલી રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રતાના રથ સરસપુરથી નીકળીને નીજ મંદિર આગળ વધી રહ્યા છે.
04:42 PM 16 Jul 2026
રંગીલા પોલીસ ચોકી પાસે મહંત દિલિપદાસજીનું મુસ્લિમ આગેવાનોએ સ્વાગત કર્યું
રંગીલા પોલીસ ચોકી પાસે મહંત દિલિપદાસજીનું મુસ્લિમ આગેવાનોએ સ્વાગત કર્યું, સફેદ કબુતર ઉડાડવામાં આવ્યા
04:41 PM 16 Jul 2026
અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા: 149 વર્ષની પરંપરા સાથે ભક્તિના રંગે રંગાયું શહેર
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 149 વર્ષની ભવ્ય પરંપરા સાથે નીકળી છે. આ વર્ષો જૂની પરંપરામાં ત્રીજી પેઢી પણ ઉત્સાહભેર જોડાઈ છે. રથયાત્રામાં હજારો કિલો મગ અને જાંબુનો પ્રસાદ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વર્ષોથી ચાલ્યા આવતા ટેબ્લો અને પ્રસાદ વિતરણની પરંપરાને નવી પેઢીએ પણ અકબંધ રાખી છે, જેને કારણે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
04:40 PM 16 Jul 2026
અમદાવાદમાં રથયાત્રાના દિવસે મેઘરાજાની પધરામણી
અમદાવાદમાં અષાઢી બીજના પવિત્ર દિવસે મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરના બોપલ, ઘાટલોડિયા, ગોતા અને એસ.જી. હાઈવે જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા લોકોએ ગરમીથી મોટી રાહત અનુભવી હતી. કાલુપુર વિસ્તારમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠંડી હવા ફૂંકાવા લાગી છે. વરસાદને પગલે નગરજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વાતાવરણ ખુશનુમા બની ગયું છે.
04:10 PM 16 Jul 2026
CM ડેશબોર્ડની વીડિયો વૉલ પરથી રથયાત્રાના રૂટનું રિયલ ટાઇમ મોનિટરિંગ
રથયાત્રાના સુચારૂ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી ડેશબોર્ડની વીડિયો વૉલ પરથી સમગ્ર રૂટનું રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી યાત્રાના દરેક મહત્વપૂર્ણ સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા, ભીડ નિયંત્રણ અને સુરક્ષા સંબંધિત કામગીરીનું તાત્કાલિક સંકલન થઈ શકે. અધિકારીઓ દ્વારા સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
03:58 PM 16 Jul 2026
ગજરાજ તંબુ ચોકી પહોચ્યા
અમદાવાદમાં રથયાત્રા રંગેચંગે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. ત્યારે ગજરાજ હવે દરિયાપુરમાં તંબુ ચોકી પહોંચ્યા છે. રથ દરિયાપુર પહોંચે તે પહેલા જ પોલીસ કમિશનર પણ તંબુ ચોકી પહોંચી ગયા છે.
03:57 PM 16 Jul 2026
રથયાત્રામાં ગજરાજને કાબુમાં રાખવા ગજરક્ષક સિસ્ટમનો ઉપયોગ
અમદાવાદની રથયાત્રામાં હાથીઓને કાબુમાં રાખવા પહેલીવાર ગજરક્ષક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગજરક્ષક સિસ્ટમ એ અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સામેલ હાથીઓ (ગજરાજો) માટેની એક આધુનિક ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમ છે. આ દેશની પહેલી સિસ્ટમ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રથયાત્રા દરમિયાન હાથીઓને શાંત રાખવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ગજરક્ષક સિસ્ટમમાં હાથીનું GPS ટ્રેકર દ્વાર લાઇવ ટ્રેકિંગ, શારીરિક અને માનસિક સ્થિતિ, હાર્ટ રેટ દ્વારા હેલ્થ મોનિટરિંગ અને રિયલ ટાઇમ ડેટા પર નજર રાખવામાં આવે છે.
03:34 PM 16 Jul 2026
જગન્નાથ મંદિરના મહંત ગજરાજ સાથે પગપાળા ચાલ્યા
https://platform.twitter.com/embed/Tweet.html?dnt=false&embedId=twitter-widget-0&features=eyJ0ZndfdGltZWxpbmVfbGlzdCI6eyJidWNrZXQiOltdLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X2ZvbGxvd2VyX2NvdW50X3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9iYWNrZW5kIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19yZWZzcmNfc2Vzc2lvbiI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZm9zbnJfc29mdF9pbnRlcnZlbnRpb25zX2VuYWJsZWQiOnsiYnVja2V0Ijoib24iLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X21peGVkX21lZGlhXzE1ODk3Ijp7ImJ1Y2tldCI6InRyZWF0bWVudCIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZXhwZXJpbWVudHNfY29va2llX2V4cGlyYXRpb24iOnsiYnVja2V0IjoxMjA5NjAwLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X3Nob3dfYmlyZHdhdGNoX3Bpdm90c19lbmFibGVkIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19kdXBsaWNhdGVfc2NyaWJlc190b19zZXR0aW5ncyI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdXNlX3Byb2ZpbGVfaW1hZ2Vfc2hhcGVfZW5hYmxlZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdmlkZW9faGxzX2R5bmFtaWNfbWFuaWZlc3RzXzE1MDgyIjp7ImJ1Y2tldCI6InRydWVfYml0cmF0ZSIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfbGVnYWN5X3RpbWVsaW5lX3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9mcm9udGVuZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9fQ%3D%3D&frame=false&hideCard=false&hideThread=false&id=2077644964457291813&lang=en&origin=https%3A%2F%2Fgrowthnownews.com%2Fnewsadmin%2Fnews%2F3544%2Fedit&sessionId=2d49ea472f03c874b9c941fca616cb1b4e8bdd5c&theme=light&widgetsVersion=6a3ad42b224df%3A1778106238597&width=550px
અમદાવદની રથયાત્રાનું સૌથી મોટું આકર્ષણ ગજરાજ હોય છે. ગજરાજને ભગવાન ગણેશજીનું પ્રતિક અને શુભ માનવામાં આવે છે, આથી રથયાત્રામાં ગજરાજ સૌથી આગળ ચાલે છે. આ વખતે રથયાત્રામાં 18 ગજરાજ સામેલ કરવામાં આવ્યા હતા. રથયાત્રા દરમિયાન જમાલપુરના જગન્નાથ મંદિરના મહંત પણ ગાડીમાં સવારી કરે છે. જો કે આ વખતે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ કારમાં ઉતરી રથયાત્રામાં ગજરાજ સાથે ચાલતા જોવા મળ્યા હતા. સૌથી ખાસ વાત છે કે, રથયાત્રાના સ્વાગત કાર્યક્રમોમાં રોકાયા વગર તેઓ સીધા આગળ વધતા રહ્યા હતા.
03:33 PM 16 Jul 2026
ગજરાજ અને ટેબ્લો સહિત ટ્રક કાલુપુર પહોંચ્યા
સરસપુરથી નીજ મંદિર તરફ ભગવાન રવાના થયા છે. ત્યારે ગજરાજ અને ટેબ્લો સહિત ટ્રક કાલુપુર પહોંચ્યા છે. કાલુપુર પહોંચતાની સાથે જ ગજરાજને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત દરિયાપુરમાં પોલીસે એન્ટી ડ્રોન સિસ્ટમ પણ એક્ટિવ કરી નાંખી છે.
03:21 PM 16 Jul 2026
ભગવાન જગન્નાથ મોસાળ સરસરપુરથી નીજ મંદિર તરફ રવાના થયા
ભગવાન જગન્નાથ મોસાળ સરસરપુરથી નીજ મંદિર તરફ રવાના થયા આ સાથે જ દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
03:20 PM 16 Jul 2026
અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, ગજરાજ સાથે મહંત ચાલતા દેખાયા
/indian-express-gujarati/media/media_files/2026/07/16/ahmedabad-jagganath-rathyatra-2026-2026-07-16-15-07-48.jpg)
અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર ગજરાજ સાથે મહંત ચાલતા જોવા મળ્યાં.
03:18 PM 16 Jul 2026
સરસપુરમાં ભક્તોનું ઘોડાપુર, 'નંદ ઘેર આનંદ ભર્યો'ના નાદથી ગુંજ્યું વાતાવરણ
ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં ત્રણેય રથ પહોંચતા જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે સરસપુરમાં એકત્ર થયા છે. સમગ્ર વિસ્તારમાં 'નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયાલાલ કી'ના જયઘોષથી ભક્તિમય માહોલ સર્જાયો છે. ભગવાનના આગમનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સરસપુરનું સમગ્ર વાતાવરણ ભક્તિના રંગમાં રંગાઈ ગયું છે.
03:09 PM 16 Jul 2026
સરસપુરથી ટ્રક અને ટેબ્લો સહિત ગજરાજ પણ નીજ મંદિર તરફ રવાના
સરસપુરથી ટ્રક અને ટેબ્લો સહિત ગજરાજ પણ નીજ મંદિર તરફ રવાના થયાં છે. ભગવાનના મામેરાની વિધિ યોજાઈ રહી છે. લોકો ભગવાનના દર્શન માટે પડાપડી કરી રહ્યાં છે.
03:08 PM 16 Jul 2026
ભગવાન જગન્નાથજીના બે ભવ્ય મામેરા સંપન્ન
ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન આજે વાસણ શેરી ખાતે પ્રભુનું પ્રથમ ભવ્ય મામેરું ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયું છે, જ્યાં પરંપરાગત સામૈયા સાથે નાથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તોના ભારે ઉત્સાહ અને જય રણછોડના નારા વચ્ચે તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી અને હવે આ પાવન પરંપરા અંતર્ગત રણછોડરાય મંદિરે ભગવાનના બીજા મામેરાની શાસ્ત્રોક્ત વિધિ હાથ ધરવામાં આવશે.
03:08 PM 16 Jul 2026
સરસપુરમાં ભગવાનને રાજભોગ ધરાવાયો
ભગવાન મોસાળ સરસપુરમાં પહોંચ્યા છે. હજારો ભક્તો તેમના દર્શન માટે ઉમટી પડ્યા છે. અહીં ભગવાનનો રાજભોગ ધરાવવામાં આવી રહ્યો છે. સરસપુરમાં ભગવાન થોડીક ક્ષણો માટે રોકાણ કરશે. મોસાળમાં ભગવાન માટે મામરુ રથ સુધી લાવવામાં આવ્યું છે.
02:53 PM 16 Jul 2026
પુરીમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા સાથે તેમના માસીના ઘરે જવા રવાના
ઓડિશાના પુરીમાં ગુરુવારે સવારે જગન્નાથ રથયાત્રા ખૂબ જ આનંદ અને અપાર ભક્તિ સાથે શરૂ થઈ. ભારત અને વિદેશથી લાખો ભક્તો આ પવિત્ર શોભાયાત્રામાં ભાગ લેવા માટે પુરી પહોંચ્યા છે, જે દર વર્ષે અષાઢ મહિનાના શુદ્ધ પખવાડિયાના બીજા દિવસે શરૂ થાય છે, જે સમગ્ર મંદિર સંકુલને ભગવાનની સ્તુતિના મંત્રોચ્ચારથી ભરી દે છે. મંદિરના સેવાયત શરત મોહંતીએ સમજાવ્યું કે આ વખતે, મંદિરની અંદરની બધી ધાર્મિક વિધિઓ સવારથી જ ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ હતી. એવું લાગે છે કે ભગવાન જગન્નાથ પોતે તેમના ભક્તોને દર્શન આપવા માટે શક્ય તેટલી વહેલી તકે બહાર આવવા માંગતા હતા. વહેલી સવારે મંગળા આરતી અને સ્નાન પૂજા પછી, ભગવાનને ખાસ શણગારવામાં આવ્યા હતા, અને પછી ગોપાલ વલ્લભ ભોગ અને રાજભોગ તરીકે સાત્વિક ખીચડી ચઢાવવામાં આવી હતી.
02:39 PM 16 Jul 2026

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનું મામેરું રથ સુધી પહોંચાડાયું
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી માટે તૈયાર કરાયેલું પરંપરાગત મામેરું ભક્તિભાવ સાથે રથ સુધી લાવવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું.
02:38 PM 16 Jul 2026
રથયાત્રા રૂટ પર હાઇટેક સુરક્ષા: અમદાવાદ ICCC સેન્ટર પરથી થઈ રહ્યું છે લાઈવ મોનિટરિંગ
ભગવાન જગન્નાથજીની રથયાત્રાની કડક સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ દ્વારા અમદાવાદના ICCC (ઇન્ટેલિજન્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) પરથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં સીસીટીવી કેમેરા, ડ્રોન અને અન્ય આધુનિક સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને રથયાત્રાના રૂટની પળેપળની હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.
02:30 PM 16 Jul 2026
મોસાળ સરસપુરમાં જમણવાર શરૂ
ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં મહાપ્રસાદનો જમણવાર શરૂ થઈ ચૂક્યો છે. રથયાત્રા દર્શનાર્થે આવેલા હજારો ભક્તો ભારે ઉત્સાહપૂર્વક પૂરી, શાક, ફૂલવડી, મોહનથાળ અને દાળભાતનો પ્રસાદ લઈ રહ્યા છે.
02:29 PM 16 Jul 2026
ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રના રથ સરસપુર પહોંચ્યા
ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર 3 રથ સરસપુર પહોંચી ગયા છે.
01:28 PM 16 Jul 2026
એમ્બ્યુલન્સ માટે સરસપુર ચોકી તરફનો રસ્તો ખાલી કરાયો
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન એમ્બ્યુલન્સની અવરજવર માટે સરસપુર ચોકી તરફનો રસ્તો ખાલી કરવામાં આવ્યો છે. સુરક્ષા અને તાત્કાલિક સેવાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા માર્ગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રથયાત્રા રૂટ પર તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

01:20 PM 16 Jul 2026
ત્રણેય રથ કાલુપુર તરફ આગળ વધી રહ્યા છે
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથ કાલુપુર તરફ પહોંચી રહ્યા છે. ભક્તોના જયઘોષ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે રથયાત્રા ધીમી ગતિએ આગળ વધી રહી છે. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
01:17 PM 16 Jul 2026
ત્રણેય રથ પાંચકુવા પહોંચ્યા, ભક્તોમાં ઉત્સાહનો માહોલ
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથ પાંચકુવા પહોંચ્યા છે. ભક્તોના જયઘોષ અને ઢોલ-નગારાના નાદ વચ્ચે રથયાત્રાનો ભવ્ય માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે માર્ગ પર ઉપસ્થિત છે.
01:11 PM 16 Jul 2026
CM ભૂપેન્દ્ર પટેલે ડેશબોર્ડ પરથી કર્યું રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ
અમદાવાદની જગન્નાથ રથયાત્રાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સી.એમ. ડેશબોર્ડ પરથી રથયાત્રાની સ્થિતિનું રિયલ ટાઈમ મોનિટરિંગ કર્યું. રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને વિવિધ કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર આયોજનનું સંકલન કરવામાં આવી રહ્યું છે.
12:50 PM 16 Jul 2026
પાનકોર નાકા પર રથ આગમનની તૈયારી, રસ્તો ધોઈને કરાઈ સફાઈ
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન પાનકોર નાકા ખાતે રથના આગમનની તૈયારી શરૂ કરવામાં આવી છે. રથયાત્રાના સ્વાગત માટે રસ્તો ધોઈને સફાઈ કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા રૂટ પર વ્યવસ્થાઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.
12:36 PM 16 Jul 2026
ભજન મંડળીઓ પાનકોર નાકા અને અખાડા સરસપુર પહોંચ્યા
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં સામેલ ભજન મંડળીઓ પાનકોર નાકા પહોંચી છે, જ્યારે અખાડાના ખેલાડીઓ સરસપુર પહોંચ્યા છે. ભજન-કીર્તન, ઢોલ-નગારાના નાદ અને અખાડાના કરતબો સાથે રથયાત્રાનો ઉત્સાહ યથાવત છે. ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રથયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે.
12:17 PM 16 Jul 2026
AMC ઓફિસથી ત્રણેય રથ ખાડિયા તરફ રવાના
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં AMC ઓફિસ ખાતેના કાર્યક્રમ બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથ ખાડિયા તરફ આગળ વધ્યા છે. ભક્તોના જયઘોષ અને ઢોલ-નગારાના નાદ વચ્ચે રથયાત્રાનો ભવ્ય માહોલ યથાવત છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે.
12:16 PM 16 Jul 2026
AMC ઓફિસ ખાતે મહંત દિલીપદાસજીનું ભવ્ય સ્વાગત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ઓફિસ ખાતે મહંત દિલીપદાસજીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.મહાનુભાવો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે તેમનું સન્માન કરવામાં આવ્યું. ભક્તોના જયઘોષ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે રથયાત્રા નિર્ધારિત માર્ગ પર આગળ વધી રહી છે.
12:13 PM 16 Jul 2026
મેયર અને મ્યુનિ. કમિશનરે બહેન સુભદ્રાજીના રથનું સ્વાગત કરી દર્શન કર્યા
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન મેયર અને મ્યુનિસિપલ કમિશનરે બહેન સુભદ્રાજીના રથનું ઉષ્માભર્યું સ્વાગત કરી ભગવાનના દર્શન કર્યા. રથયાત્રાના રૂટ પર પરંપરાગત રીતે આગેવાનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તોના જયઘોષ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે રથયાત્રા આગળ વધી રહી છે.
12:01 PM 16 Jul 2026
મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિ. કમિશનરે ભગવાન જગન્નાથના દર્શન કર્યા
રથયાત્રા દરમિયાન મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરે ભગવાન જગન્નાથના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. રથયાત્રાના રૂટ પર આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
11:58 AM 16 Jul 2026
રથયાત્રાની ગતિ વધારવા JCP નીરજ બડગુજરે કરતબબાજોને ઝડપથી આગળ વધાર્યા
રથયાત્રા ધીમી ગતિએ આગળ વધી રહી હોવાથી JCP નીરજ બડગુજરે કરતબ રજૂ કરતા અખાડિયાઓ અને કરતબબાજોને ઝડપથી આગળ વધવા સૂચના આપી. રથયાત્રા નિર્ધારિત સમય મુજબ આગળ વધે તે માટે પોલીસ તંત્ર દ્વારા રૂટ પર સતત સંકલન અને વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
11:53 AM 16 Jul 2026
ભજન મંડળીઓ AMC ઓફિસ પહોંચી, ભક્તિમય બન્યો માહોલ
રથયાત્રામાં સામેલ ભજન મંડળીઓ AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ઓફિસ ખાતે પહોંચી છે. ભજન-કીર્તન અને ભગવાન જગન્નાથના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો છે. મોટી સંખ્યામાં ભક્તો ભજન મંડળીઓનું સ્વાગત કરી રહ્યા છે અને રથયાત્રા ધીમી ગતિએ નિર્ધારિત રૂટ પર આગળ વધી રહી છે.

11:43 AM 16 Jul 2026
એક કલાકના વિલંબ સાથે આગળ વધી રહી છે જગન્નાથ રથયાત્રા
અમદાવાદની જગન્નાથ રથયાત્રા નિર્ધારિત સમય કરતાં અંદાજે એક કલાકના વિલંબ સાથે આગળ વધી રહી છે. માર્ગ પર ભક્તોની ભારે ભીડ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રથયાત્રા ધીમી ગતિએ આગળ વધી રહી છે. પોલીસ અને વહીવટી તંત્ર સમગ્ર રૂટ પર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
11:39 AM 16 Jul 2026
ખાડિયામાં શહેર કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ સમાજે અખાડિયાઓનું સ્વાગત કર્યું
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન ખાડિયા વિસ્તારમાં શહેર કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ અખાડિયાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ફૂલહાર અને અભિવાદન સાથે અખાડાના ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું. રથયાત્રાના રૂટ પર વિવિધ સમાજના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવતાં સામાજિક સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશ જોવા મળી રહ્યો છે.
11:37 AM 16 Jul 2026
ભગવાન જગન્નાથના રથ જમાલપુર પગથિયા પાસે પહોંચ્યા
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના રથ જમાલપુર પગથિયા પાસે પહોંચ્યા છે.
11:17 AM 16 Jul 2026
ધીમે ધીમે તમામ શણગારેલા ટ્રકો સરસપુર પહોંચ્યા
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં સામેલ શણગારેલા ટ્રકોનો કાફલો ધીમે ધીમે સરસપુર પહોંચી ગયો છે. ટ્રકોના આગમન સાથે સરસપુર વિસ્તારમાં ભક્તોનો ઉત્સાહ વધ્યો છે. જયઘોષ, ઢોલ-નગારાના નાદ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે રથયાત્રા આગળ વધી રહી છે.
11:14 AM 16 Jul 2026
જગન્નાથ રથયાત્રા માટે તૈયાર કરાયો ‘સોનાની નગરી’નો ભવ્ય ટેબ્લો
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં વિવિધ થીમ આધારિત ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ‘સોનાની નગરી’નો ભવ્ય ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો છે, જે રથયાત્રાની શોભામાં વધારો કરશે. રંગબેરંગી સજાવટ અને વિશેષ થીમ સાથે તૈયાર કરાયેલા આ ટેબ્લોને જોવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

11:01 AM 16 Jul 2026
ખાડિયાથી પાનકોર નાકા તરફ શણગારેલા ટ્રકો આગળ વધી રહ્યા છે
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં સામેલ શણગારેલા ટ્રકોનો કાફલો ખાડિયા વિસ્તારમાંથી પાનકોર નાકા તરફ આગળ વધી રહ્યો છે. થીમ આધારિત ટ્રકો, ભક્તોના જયઘોષ અને ઢોલ-નગારાના નાદ વચ્ચે શોભાયાત્રાનો ઉત્સાહ યથાવત છે. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રથયાત્રાનો કાફલો નિર્ધારિત રૂટ પર આગળ વધી રહ્યો છે.
11:00 AM 16 Jul 2026
મહંત દિલીપદાસજીના સ્વાગત માટે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા રાહ જોઈ રહ્યા છે
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન મહંત દિલીપદાસજીના સ્વાગત માટે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા હાજર રહ્યા છે. રથયાત્રાના રૂટ પર પરંપરા મુજબ સંતો-મહંતો અને આગેવાનોના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભક્તોના જયઘોષ અને ઉત્સાહ વચ્ચે રથયાત્રા આગળ વધી રહી છે.
10:31 AM 16 Jul 2026
સરસપુરમાં મહિલાઓના ભજનથી ગુંજ્યું વાતાવરણ
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન સરસપુર વિસ્તારમાં મહિલાઓ ભજન-કીર્તન કરી ભગવાન જગન્નાથની આરાધના કરી રહી છે. ભક્તિગીતો અને જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો છે. રથયાત્રાના સ્વાગત માટે સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
10:23 AM 16 Jul 2026
સરસપુર લુહાર શેરીમાં ભક્તો માટે વિશાળ રસોડું તૈયાર
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન ભક્તોની સેવા માટે સરસપુરની લુહાર શેરીમાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. અહીં રથયાત્રાના રૂટ પર આવતા ભક્તો માટે પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સેવા ભાવ સાથે સ્થાનિકો દ્વારા ભક્તોના સ્વાગત અને સુવિધા માટે તૈયારીઓ કરવામાં આવી છે.
10:05 AM 16 Jul 2026
રથયાત્રાના ગજરાજ પાનકોર નાકા પહોંચ્યા
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં સામેલ ગજરાજ હવે પાનકોર નાકા પહોંચ્યા છે. શણગારેલા હાથીઓને જોવા માટે માર્ગ પર ઉભેલા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઢોલ-નગારાના નાદ અને જયઘોષ વચ્ચે રથયાત્રાનો ભવ્ય માહોલ યથાવત છે.
09:51 AM 16 Jul 2026
જમાલપુર વૈશ્ય સભા ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન જમાલપુર વૈશ્ય સભા ખાતે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રાના સ્વાગત માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જયઘોષ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે રથયાત્રા આગળ વધી રહી છે.
09:46 AM 16 Jul 2026
રથયાત્રાના શણગારેલા ટ્રક રાયપુર ચકલેશ્વર મહાદેવ મંદિરથી આગળ વધ્યા
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં શણગારેલા ટ્રકોનો કાફલો સતત આગળ વધી રહ્યો છે. ટ્રકો રાયપુર ચકલેશ્વર મહાદેવ મંદિર પાસેથી આગળ વધી રહ્યા છે.ભક્તોના જયઘોષ, ઢોલ-નગારાના નાદ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે શોભાયાત્રાનો માહોલ ભક્તિમય બન્યો છે. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રથયાત્રા નિર્ધારિત રૂટ પર આગળ વધી રહી છે.
09:45 AM 16 Jul 2026
ભક્તોના જયઘોષ વચ્ચે ધીમી ગતિએ આગળ વધી રહી છે જગન્નાથ રથયાત્રા
અમદાવાદની જગન્નાથ રથયાત્રા ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે આગળ વધી રહી છે. ભક્તોની ભારે ભીડ અને સુરક્ષા વ્યવસ્થાને કારણે રથયાત્રા ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહી છે. માર્ગ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથના દર્શન માટે ઉમટી પડ્યા છે. ઢોલ-નગારાના નાદ અને જયઘોષ સાથે સમગ્ર રૂટ પર ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.
09:27 AM 16 Jul 2026
અખાડાના રોમાંચક કરતબ સાથે જગન્નાથ રથયાત્રા આગળ વધી રહી છે
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં ભક્તિ સાથે શૌર્યના દૃશ્યો પણ જોવા મળી રહ્યા છે. અખાડાના ખેલાડીઓ દ્વારા વિવિધ કરતબો રજૂ કરવામાં આવી રહ્યા છે અને આ સાથે રથયાત્રા આગળ વધી રહી છે. ઢોલ-નગારાના નાદ અને ભક્તોના જયઘોષ વચ્ચે અખાડાના પ્રદર્શનોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. સમગ્ર રૂટ પર ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.

09:23 AM 16 Jul 2026
જગન્નાથ રથયાત્રામાં ભારતીય ક્રિકેટ ટીમના થીમ આધારિત ટ્રકનો ઉમેરો
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં વિવિધ થીમ આધારિત શણગારેલા ટ્રકો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનો થીમ આધારિત ટ્રક પણ રથયાત્રામાં જોડાયો છે. ટ્રક પર ક્રિકેટ સાથે જોડાયેલી ઝલક જોવા મળી રહી છે, જેને જોવા માટે ભક્તો અને દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

09:04 AM 16 Jul 2026
રથયાત્રાના સ્વાગત માટે મુસ્લિમ સમાજ તૈયાર, પોસ્ટર સાથે કરશે આવકાર
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન સામાજિક સૌહાર્દનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ-મહામંત્રી સહિત મુસ્લિમ સમાજના આગેવાનો, ધર્મગુરુઓ અને સૂફી સંતો રથયાત્રાના સ્વાગત માટે પોસ્ટર સાથે તૈયાર ઊભા છે. વિવિધ સમાજના લોકો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવાની પરંપરા અમદાવાદની ગંગા-જમુની સંસ્કૃતિને દર્શાવી રહી છે.

08:57 AM 16 Jul 2026
રથયાત્રાની સુરક્ષા માટે ક્રાઈમ બ્રાન્ચનું એન્ટી ડ્રોન સિસ્ટમ એક્ટિવ
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચનું એન્ટી ડ્રોન સિસ્ટમ એક્ટિવ કરવામાં આવ્યું છે અને આકાશમાં થતી શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આધુનિક ટેકનોલોજીની મદદથી રથયાત્રાના રૂટ અને ભીડ પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

08:48 AM 16 Jul 2026
વડાપ્રધાન મોદીના કટઆઉટ સાથેનો થીમ આધારિત ટ્રક રથયાત્રામાં જોડાયો
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં વિવિધ થીમ આધારિત શણગારેલા ટ્રકો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. વડાપ્રધાન મોદી ગુજરાત દર્શાવતા હોય તેવા કટઆઉટ સાથેનો ટ્રક પણ રથયાત્રામાં જોડાયો છે. શોભાયાત્રામાં સામેલ આ વિશેષ ટ્રકને જોવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

08:43 AM 16 Jul 2026
પિતાએ દીકરીને ખભે બેસાડી બતાવી જગન્નાથ રથયાત્રાની ભવ્ય ઝલક
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન ભાવનાત્મક દૃશ્ય જોવા મળ્યું છે. એક પિતા પોતાની દીકરીને ખભે બેસાડી રથયાત્રાના દર્શન કરાવી રહ્યા છે. ભક્તિ, લાગણી અને પરિવાર સાથેના આ સુંદર પળોના દૃશ્યો રથયાત્રાના માહોલને વધુ યાદગાર બનાવી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના દર્શન માટે ઉમટી પડ્યા છે.

08:28 AM 16 Jul 2026
ઈરાન-અમેરિકા યુદ્ધના પોસ્ટર સાથે રથયાત્રામાં પહોંચ્યા ભક્તો
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન કેટલાક ભક્તો ઈરાન-અમેરિકા યુદ્ધ સંબંધિત પોસ્ટર લઈને પહોંચ્યા છે. રથયાત્રાના રૂટ પર આ પોસ્ટર લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. ભક્તોની મોટી હાજરી વચ્ચે રથયાત્રા પરંપરાગત ભક્તિભાવ અને ઉત્સાહ સાથે આગળ વધી રહી છે.
08:26 AM 16 Jul 2026
શણગારેલા ટ્રકોમાંથી ચોકલેટ, મગ અને પ્રસાદી લેવા ભક્તોમાં ઉત્સાહ
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન શણગારેલા ટ્રકો પસાર થતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટ્રકોમાંથી ચોકલેટ, મગ અને પ્રસાદી લેવા માટે ભક્તોમાં પડાપડી થઈ રહી છે. ભક્તો જયઘોષ સાથે શોભાયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે અને સમગ્ર રૂટ પર ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે.
08:12 AM 16 Jul 2026
રથયાત્રાની સુરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચ એન્ટી ડ્રોન ગનથી રાખી રહી છે નજર
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એન્ટી ડ્રોન ગનની મદદથી બિનઅધિકૃત ડ્રોન પર નજર રાખવામાં આવી રહી છે. વામાંથી થતી કોઈપણ ગતિવિધિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને આધુનિક ટેકનોલોજી સાથે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે.
08:10 AM 16 Jul 2026
અત્યાર સુધીમાં 38 શણગારેલા ટ્રક જમાલપુરથી રવાના
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં શણગારેલા ટ્રકોનો કાફલો સતત આગળ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 38 ટ્રક જમાલપુર વિસ્તારમાંથી રવાના થઈ ચૂક્યા છે. થીમ આધારિત ટ્રકો, ભજન મંડળીઓ અને ભક્તોના જયઘોષ સાથે શોભાયાત્રાનો માહોલ ભક્તિમય બન્યો છે. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ટ્રકો નિયત રૂટ પર આગળ વધી રહ્યા છે.
08:09 AM 16 Jul 2026
રથયાત્રાના ટ્રકો પર નજર રાખવા ખાસ CCTV વાન તૈનાત
અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ટ્રકો પર નજર રાખવા ખાસ CCTV વાન તૈનાત કરવામાં આવી છે. CCTV કેમેરા દ્વારા શોભાયાત્રાના રૂટ અને ટ્રકોની સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે.
08:06 AM 16 Jul 2026
જમાલપુર દરવાજાથી શણગારેલા ટ્રકો મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ તરફ આગળ વધ્યા
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં શોભાયાત્રાનો ઉત્સાહ યથાવત છે. જમાલપુર દરવાજાથી શણગારેલા થીમ આધારિત ટ્રકોનો કાફલો હવે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ તરફ આગળ વધી રહ્યો છે. ઢોલ-નગારાના નાદ, ભજન મંડળીઓ અને ભક્તોના જયઘોષ વચ્ચે ટ્રકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. માર્ગ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રાના દર્શન માટે ઉમટી પડ્યા છે.
08:03 AM 16 Jul 2026
અમદાવાદ પોલીસ કમિશનર અને JCP ક્રાઇમે શણગારેલા ટ્રકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં શણગારેલા ટ્રકોનો કાફલો હવે આગળ વધ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર અને JCP ક્રાઇમ દ્વારા ટ્રકોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભવ્ય શોભાયાત્રા આગળ વધી રહી છે. રંગબેરંગી થીમ આધારિત ટ્રકો, ભજન મંડળીઓ અને ભક્તોના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે.
07:47 AM 16 Jul 2026
ગજરાજ વૈશ્ય સભા પહોંચ્યા, શણગારેલા ટ્રકો જમાલપુર ચોકી તરફ રવાના
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં ભવ્ય માહોલ જોવા મળી રહ્યો છે. ગજરાજ (હાથીઓ) વૈશ્ય સભા ખાતે પહોંચ્યા છે, જ્યારે વિવિધ રંગબેરંગી શણગારેલા ટ્રકો પણ **જમાલપુર ચોકી તરફ આગળ વધી રહ્યા છે. ઢોલ-નગારાના નાદ અને ભક્તોના જયઘોષ વચ્ચે રથયાત્રાનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. માર્ગો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
07:34 AM 16 Jul 2026
મંદિરની બહાર ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી
અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા નિમિત્તે શ્રી જગન્નાથ મંદિરની બહાર મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ભક્તો જયઘોષ સાથે ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી છે.
07:15 AM 16 Jul 2026
ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનો રથ મંદિર પરિસરમાંથી બહાર નીકળ્યો
અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રામાં ભગવાન જગન્નાથના મોટા ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના રથ વિધિવત રીતે મંદિર પરિસરમાંથી બહાર નીકળ્યા છે. ભક્તોના જયઘોષ અને ઢોલ-નગારાના નાદ વચ્ચે બંને રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે. હવે ભગવાન જગન્નાથનો મુખ્ય રથ પણ પ્રસ્થાન માટે તૈયાર છે.
07:11 AM 16 Jul 2026
'જય રણછોડ માખણ ચોર’ના ગગનભેદી નાદ વચ્ચે ભાઈ બલરામનો બીજો રથ બહાર નીકળ્યો
અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રામાં ભક્તોના ‘જય રણછોડ માખણ ચોર’ના ગગનભેદી જયઘોષ વચ્ચે ભગવાન જગન્નાથના મોટા ભાઈ બલરામજીનો બીજો રથ મંદિર પરિસરમાંથી વિધિવત રીતે બહાર નીકળ્યો છે. રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી જયઘોષ સાથે રથનું સ્વાગત કર્યું. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે અને રથયાત્રા ઉત્સાહભેર આગળ વધી રહી છે.
07:03 AM 16 Jul 2026
CM ભૂપેન્દ્ર પટેલનું જગન્નાથ મંદિરે આગમન
અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરે યોજાઈ રહેલી 149મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંદિર પરિસરમાં પહોંચ્યા છે. તેઓ પરંપરા મુજબ ભગવાન જગન્નાથના રથ સમક્ષ પાહિંદ વિધિમાં ભાગ લેશે. આ પવિત્ર વિધિ બાદ રથયાત્રાનો પ્રસ્થાન થશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો, મહંતો, આગેવાનો અને ભક્તો હાજર છે.

https://platform.twitter.com/widgets/widget_iframe.1227a5674072e080ffb1ba14ac0c1079.html?origin=https%3A%2F%2Fgrowthnownews.com
અત્યારે કોઈ લાઈવ ન્યૂઝ અપડેટ ઉપલબ્ધ નથી.




