Police Panchat : જેનું નામ જ ગુલાબ પછી વહીવટમાં તો સુવાસ બાકી રહે? હુક્કાબાર પર રેડ અને ‘ચાંદ’ પ્રગટ્યો


Police Panchat ગુજરાત અને અમદાવાદ પોલીસ
Police Panchat : જેનું નામ જ ગુલાબ પછી વહીવટમાં તો સુવાસ બાકી રહે? હુક્કાબાર પર રેડ અને ‘ચાંદ’ પ્રગટ્યો


Police Panchat ગુજરાત અને અમદાવાદ પોલીસ
પોલીસ પંચાતમાં દર અઠવાડિયે GROWTH NOW NEWS દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.
બે પોલીસ મથકના વહિવટની સુવાસ ફેલાવતા ગુલાબ પર કોના ચાર હાથ ?
અમદાવાદ શહેરમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશન અને N ડિવિઝન ટ્રાફિકમાં ગુલાબસિંહના વહિવટની સુવાસ દુર દુર કમિશમર કચેરીએ પહોંચી હોવાની વિગતો સુત્રથી પ્રાપ્ત થઈ રહી છે. એક પિચ પર બે બેટીંગના લાડવાના ચક્કરમાં ગુલાબસિંહને પોતાને હવે કાંટા વાગે તો નવાઈ રહેશે નહીં. લાંબા સમયથી બે પોલીસ મથકના વહિવટને લઈ ગુલાબસિંહ પર ભલે અધિકારીઓ ઓળઘોળ હોય પણ ટૂંક સમયમાં આ વહિવટદાર પર એક્શન આવવાનું ચિત્ર બની રહ્યું છે.
તો આ ગુલાબ જેવા સિંહની વાત કરવામાં આવે તો કોઈ પણ વહિવટદારની તાકાત નથી કે N ડિવિઝનનો વહિવટ મેળવી શકે, કોઈ પણ પીઆઈ આવે કે કોઈ પણ તુરમખાન આવે વહિવટ તો અમારા ભાઈ ગુલાબ જેવા સિંહ જ કરશે.
એક મોટી એજન્સીએ હુક્કાબાર પર રેડ કરી અને "ચાંદ" જેવા પોલીસ સ્ટેશનના એક વહિવટદારે ફરી ધમધમતો કર્યો?
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના છેવાડે અને ગાંધીનગરથી નજીક આવેલું એક પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજયની એક મોટી એજન્સીએ રેડ કરી હતી અને હુક્કાબાર ઝડપી પાડયું હતુ, તો આ વિસ્તારના વહિવટદારને કંઈ મળતું નથી અને તેના હાથમાંથી બધુ જતું રહ્યું હોવાનું રટણ કરી રહ્યો છે, અત્યારસુધી તો ભાઈએ ખૂબ કમાણી કરી છે અને હવે કંઈ મળતું નથી એવું કઈ રીતે માનવામાં આવે તો આ ભાઈ એવા વહિવટદારની નોકરી પૂર્વ વિસ્તારમાં આવેલા રીંગરોડના એક ક્રીમ પોલીસ સ્ટેશનમાં છે.
તો સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે, જે દિવસે મોટી એજન્સીએ રેડ કરી તેના બીજા જ દિવસે ઉત્સાહી વહિવટદારે તેને ફરી ધમધમતો કર્યો હોવાની વાત સામે આવી છે, આ હુક્કાબારની હદ ચાંદ જેવા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે તો વહિવટદારને કોઈ સમજાવો કે ભાઈ રૂપિયા કોઈ પણ રીતે અને ગમે તે ધંધા ચલાવીને નથી થતા.
શહેરની એજન્સીઓ અને પોલીસ ડ્રગ્સ અને ગાંજો પકડવામાં વધારે એલર્ટ થઈ ગઈ કે શું!
ગુજરાતને ડ્રગ્સ મુકત બનાવવા માટે ગુજરાત પોલીસ અને સરકારે કમર કસી છે અને પોલીસ અધિકારીઓ પણ એલર્ટ થઈ ગયા છે, મહત્વની વાત છે કે, ભારતમાંથી ડ્રગ્સ અને નશાના કારોબારને દૂર કરવા માટે પોલીસની મહેનત રંગ લાવી રહી છે, અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશન અને એજન્સીમાં ફરજ બજાવતા અધિકારીઓ ડ્રગ્સ અને ગાંજાનું નેટવર્ક તોડી પાડી ગુનેગારોને ઝડપી રહી છે, ત્યારે ગુજરાતને ડ્રગ્સ મુકત કરવા અને યુવાઓને ડ્રગ્સના ચુંગલમાંથી બહાર કાઢવા પોલીસની મહેનત રંગ લાવશે તે વાત પણ નક્કી છે.
અમદાવાદ શહેરમાં પણ એન્ટી નાર્કોટિકસ વિંગ કે જેમાં બે પીઆઈ છે એક પીઆઈ સેકટર 1 અને બીજા પીઆઈ સેકટર 2 માં છે તે લોકો પણ ડ્રગ્સને ઝડપી પાડે છે. તો મહત્વની વાત છે કે એલસીબી ઝોન 7 અમદાવાદની ટીમ દ્વારા એક જ દિવસમાં અલગ-અલગ 3 કેસ એક જ દિવસમાં કરવામાં આવ્યા છે, જેમાં સરખેજ, આનંદનગર અને વાસણા પોલીસે એનડીપીએસ કેસ અંતર્ગત ગુનો નોંધ્યો છે. બીજી તરફ સેક્ટર 1 એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) દ્વારા કાગડાપીઠ વિસ્તારમાંથી રૂ. 61,800 એમ.ડી. ડ્રગ્સ સાથે બે ઈસમની ધરપકડ કરવામાં આવી છે.
ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નું સફળ આયોજન કરાયું
ગુજરાત પોલીસ માટે ગૌરવની ક્ષણ સામે આવી છે. થર્ડ ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નું સફળ આયોજન કરવા બદલ ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કક્ષાના આ રમતગમતના કાર્યક્રમને સફળ બનાવવા માટે પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ આપેલા યોગદાનની સરાહના કરવામાં આવી છે. આ રમતોત્સવના સફળ આયોજન પાછળ ગુજરાત પોલીસની ટીમની સમર્પિત કામગીરી, મજબૂત ટીમવર્ક અને સતત મહેનત મહત્ત્વપૂર્ણ રહી હતી. સમગ્ર આયોજન દરમિયાન વિવિધ જવાબદારીઓ સંભાળનારા અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા.
તેમના સંકલન અને આયોજનના પરિણામે રાષ્ટ્રીય સ્તરની આ રમતગમત સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.થર્ડ ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27માં પોલીસ વિભાગના ખેલાડીઓ માટે રમતગમતની પ્રતિભા દર્શાવવાનું મંચ પૂરું પાડવામાં આવ્યું હતું. આવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ પોલીસ કર્મચારીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધારવાની સાથે વિવિધ રાજ્યોના પોલીસ દળો વચ્ચે પરસ્પર સંકલન અને રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપે છે.
કહી ખુશી કહી ગમ, બદલીના દોરમાં મોટા ગજાના PI ફાવી ગયા
અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે બદલીનો દોર કર્યો, મોટા ભાગના પીઆઈની બદલી કંટ્રોલ રૂમમાં આવી છે, પણ આ બદલીથી ઘણા પીઆઈ ખુશ થયા તો ઘણા પીઆઈ નારાજ પણ થયા છે કેમકે, સ્વભાવિક છે કે, બધા ને જે જોઈએ એ મળે પણ ખરૂ અને ના પણ મળે, ત્યારે અમદાવાદ શહેરમાં હજી પણ જાન્યુઆરી 2027માં મોટા ભાગના પીઆઈ બદલાઈ જશે તે પણ નક્કી છે, હજી આ તો નાનું ટ્રેલર હતુ પણ પિકચર અભી બાકી હૈ જેવો સીન છે.
અમદાવાદ શહેરના મોટા પોલીસ સ્ટેશનના પીઆઈઓ યથવાત છે જેમની બદલી કરવામાં આવી નથી, પણ ચિંતા ના કરતા તમારી પાસે પણ ઓછો સમય છે અને આ ઓછા સમયની અંદર તમારે તમારી કામગીરી ટોપની કરવાની છે અને ટોપની કામગીરી કરશો તો જ સારુ પોલીસ સ્ટેશન મળશે બાકી તમારે પણ અન્ય જગ્યાએ ફરજ બજાવવાનો સમય આવી શકે છે. તો સૂત્રો તરફથી એવી માહિતી સામે આવી છે કે, આ બદલીમાં મોટા ગજાના પીઆઈ ફાવી ગયા છે.




