અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રાનો આજે ગુરુવારે ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય પ્રારંભ થયો. જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ગણાતી આ રથયાત્રાને નિહાળવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસર અને માર્ગો પર ઉમટી પડ્યા હતા. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.