Get News Alerts

Never miss breaking news updates.

મહુવામાં સાયબર ફ્રોડ કેસમાં બે લોકોની ધરપકડ, લાખો રૂપિયાની ઉચાપત કરી

Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સાયબર ફ્રોડના કેસમાં મહુવા ટાઉન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કુલ રૂપિયા 9,46,084ના સાયબર ફ્રોડના નાણાં મ્યુલ બેંક ખાતાઓ મારફતે ટ્રાન્સફર થયાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 16 Jun 2026 09:50 PM IST
મહુવામાં સાયબર ફ્રોડ કેસમાં બે લોકોની ધરપકડ, લાખો રૂપિયાની ઉચાપત કરીમહુવામાં સાયબર ફ્રોડ કેસમાં બે લોકોની ધરપકડ, લાખો રૂપિયાની ઉચાપત કરી

Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સાયબર ફ્રોડના કેસમાં મહુવા ટાઉન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કુલ રૂપિયા 9,46,084ના સાયબર ફ્રોડના નાણાં મ્યુલ બેંક ખાતાઓ મારફતે ટ્રાન્સફર થયાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

માહિતી મુજબ, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ 14C દ્વારા SAMANVAYA PORTAL પર મળેલા ઇનપુટના આધારે મ્યુલ બેંક એકાઉન્ટોની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં તપાસ દરમિયાન સાયબર ફ્રોડની રકમ અલગ અલગ ખાતાઓમાં જમા થયાનું સામે આવ્યું હતું.

આ આધાર પર ‘ઓપરેશન Mule Hunt-2.0’ અંતર્ગત મહુવા ટાઉન પોલીસ દ્વારા કાર્યવાહી કરી સંબંધિત ખાતા ધારકો વિરુદ્ધ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.

પોલીસ મુજબ, મહુવા ટાઉન પોલીસ સ્ટેશન પાર્ટ-A ગુ.ર.નં. 11198035260375/2026 હેઠળ આરોપી નવાજ ઇરફાનભાઈ ડુંગરીયા (ઉ.વ. 19)ની ધરપકડ કરવામાં આવી છે. તેના બેંક એકાઉન્ટમાં કુલ રૂપિયા 9,24,491 સાયબર ફ્રોડના નાણાં જમા થયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં અલગ અલગ રાજ્યોમાંથી ચાર અરજીઓ નોંધાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

બીજા કેસમાં ગુ.ર.નં. 11198035260376/2026 હેઠળ આરોપી સાહીલભાઈ ઇંદ્રીશભાઈ પોપટીયા (ઉ.વ. 25)ની ધરપકડ કરવામાં આવી છે. તેના ખાતામાં રૂ. 21,593 સાયબર ફ્રોડની રકમ જમા થયેલી હોવાનું ખુલ્યું છે અને આ મામલે છ અલગ અલગ અરજીઓ નોંધાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.