Get News Alerts

Never miss breaking news updates.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત, કારમાંથી વિદેશી દારૂ-બિયરની રેલમછેલ

Bhavnagar News: ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત બાદ દારૂની મોટી રેલમછેલ સામે આવી છે. અકસ્માત થયેલી ઇનોવા કારમાંથી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થાની પોલીસને મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
Admin
AdminUpdated on: 16 Jun 2026 05:55 PM IST
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત, કારમાંથી વિદેશી દારૂ-બિયરની રેલમછેલભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત, કારમાંથી વિદેશી દારૂ-બિયરની રેલમછેલ

Bhavnagar News: ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત બાદ દારૂની મોટી રેલમછેલ સામે આવી છે. અકસ્માત થયેલી ઇનોવા કારમાંથી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થાની પોલીસને મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ઘટનાસ્થળેથી નાની-મોટી વિદેશી તેમજ ભારતીય બનાવટની કુલ 735 દારૂની બોટલો મળી આવી છે. આ ઉપરાંત 327 બિયરના ટીન ફૂટેલી હાલતમાં મળી આવ્યા હતા. આ સમગ્ર જથ્થાની કુલ કિંમત અંદાજે ₹2,78,000 જેટલી આંકવામાં આવી છે.

આ સાથે જ અકસ્માતગ્રસ્ત ઇનોવા ફોરવ્હિલ કારની કિંમત આશરે ₹2 લાખ હોવાનું જણાવાયું છે. કુલ મુદ્દામાલની કિંમત પણ ₹2,78,000 જેટલી થવા પામી હોવાનું પ્રાથમિક અંદાજમાં સામે આવ્યું છે.

આ ઘટના બાદ ઇનોવા કારનો ચાલક સ્થળ પર જ વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસને શંકા છે કે, અકસ્માત દરમિયાન તેને ઈજા પહોંચી હોઈ શકે છે, જેથી તે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોય તેવા અનુમાન હેઠળ મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા શહેર અને આસપાસની ખાનગી હોસ્પિટલોમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે ઇનોવા કાર કઈ દિશાથી આવી હતી અને કઈ તરફ જતી હતી તેમજ દારૂનો આ મોટો જથ્થો કોને પહોંચાડવાનો હતો, તે બાબતે પણ વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસ દ્વારા ગાડીની ઓળખ અને નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.