
Khele Sanand Sports Utsav 2026: 150થી વધુ શાળાઓમાં 18 દિવસ સુધી ચાલેલી રમતગમતની ચળવળમાં સત્યાન જ્ઞાનશેખરન, પવન માન સિંહ અને વેદાંત ત્રિવેદીએ ગ્રાસરૂટ સ્પોર્ટિંગ ટેલેન્ટને બિરદાવ્યા.

Sanand : અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર સાણંદમાં દીપડાની હિલચાલની આશંકાએ ચકચાર મચી છે. સાણંદના મોટી દેવતી ગામ રોડ નજીક જંગલી પ્રાણીના ફૂટપ્રિન્ટ જોવા મળતાં દીપડાની હાજરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી.

Micron Sanand Plant 12 Hour Shift: ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાતની સ્થિતિ વધુ મજબૂત બને તે હેતુથી રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સાણંદ સ્થિત પ્લાન્ટમાં 12 કલાકની કામકાજની શિફ્ટ ચલાવવાની મંજૂરી આપી છે. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ મંજૂરી છે. રાજ્યમાં સેમિકંડક્ટર ઉદ્યોગને પ્રોત્સાહન આપવાથી નવી રોજગારી ઉભી થશે....

સાણંદના GIDC ઈકો પાર્ક ખાતે સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (SIA) દ્વારા 30,000 રોપાઓના મેગા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ અને CSR ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ અભિયાન દ્વારા હરિત ગુજરાત અને ટકાઉ વિકાસનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો.

PM Modi Sanand Semiconductor Plant: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાનંદ ખાતે શરૂ થયેલી CG SEMI OSAT સેમિકન્ડક્ટર ફેસિલિટીમાં કાર્યરત મહિલા કર્મચારીઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે ભારતની યુવા શક્તિ દેશને ટેક્નોલોજી ક્ષેત્રે નવી ઊંચાઈએ પહોંચાડી રહી છે. ખાસ કરીને દૂરદરાજના અને આદિવાસી વિસ્તારોમાંથી આવેલી યુવતીઓ સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે તે દેશ માટે ગૌરવની બાબત હોવાનું તેમણે જણાવ્યું. વડાપ્રધાન...

ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે વર્ષ 2026ના અંત સુધી દેશમાં પાંચ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. આ સાથે ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના પીંપણ ગામ સ્થિત આદર્શ પીંપણ પ્રાથમિક શાળામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શૈક્ષણિક જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી સ્વાગત કર્યું તેમજ તેમને શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું.

અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાની શિયાવાડા ચોકડી પાસે થયેલા ભયાનક રોડ અકસ્માતમાં એક માસૂમ બાળકીનું કરુણ મોત નિપજતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ફૂલ સ્પીડમાં આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે અરેરાટી અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

સાણંદ તાલુકાના ગોધાવી ગામમાં શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરના નવા સંકુલના ભૂમિપૂજન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વૈદિક પરંપરા અને આધુનિક શિક્ષણના સમન્વય સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી તૈયાર થનારા આ સંકુલને લઈને શિક્ષણપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રસંગે શિક્ષણને રાષ્ટ્રનિર્માણ અને સંસ્કાર ઘડતરના સશક્ત માધ્યમ તરીકે ગણાવી ‘વિકસિત ભારત’ના નિર્માણમાં આવી સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.