Get News Alerts

Never miss breaking news updates.

2026ના અંત સુધી ભારતમાં શરૂ થશે પાંચ સેમિકન્ડક્ટર પ્લાન્ટ, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધશે ભારતની ભાગીદારી

ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે વર્ષ 2026ના અંત સુધી દેશમાં પાંચ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. આ સાથે ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે.
Admin
AdminUpdated on: 05 Jul 2026 11:13 AM IST
2026ના અંત સુધી ભારતમાં શરૂ થશે પાંચ સેમિકન્ડક્ટર પ્લાન્ટ, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધશે ભારતની ભાગીદારી2026ના અંત સુધી ભારતમાં શરૂ થશે પાંચ સેમિકન્ડક્ટર પ્લાન્ટ, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધશે ભારતની ભાગીદારી

ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે વર્ષ 2026ના અંત સુધી દેશમાં પાંચ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. આ સાથે ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે.

કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જેમાંથી ત્રણ પ્રોજેક્ટમાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે, જ્યારે વધુ બે પ્લાન્ટ આગામી થોડા મહિનાઓમાં કાર્યરત થવાના છે.

તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ફેબ્રુઆરી 2026 અને 31 માર્ચ 2026ના રોજ દેશના પ્રથમ અને બીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે ગુજરાતના સાણંદ ખાતે આવેલી સીજી સેમી (OSAT) ફેસિલિટીમાં પણ વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આથી ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતા અને વિશ્વસનીયતા પ્રત્યે વિશ્વનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશમાં મજબૂત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહ્યો છે, જે વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે ગુજરાત સરકારના સહકારની પણ પ્રશંસા કરી અને જણાવ્યું કે સીજી સેમી પ્લાન્ટે માત્ર 27 મહિનામાં ભૂમિપૂજનથી લઈને વ્યાવસાયિક ઉત્પાદન સુધીની સફર પૂર્ણ કરી છે.

આ પ્લાન્ટમાં ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, બિહાર, જમ્મુ-કાશ્મીર, કેરળ અને ગુજરાતની અનેક યુવા મહિલાઓ ઓપરેટર તરીકે કાર્યરત છે. તેમને વિશેષ તાલીમ માટે મલેશિયા મોકલવામાં આવી હતી અને ભવિષ્યમાં આવી તાલીમ ભારતની અંદર જ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.

આ પ્લાન્ટમાં ઉત્પાદિત સેમિકન્ડક્ટરનો ઉપયોગ ઓટોમોબાઇલ, સ્કૂટર અને ઔદ્યોગિક સાધનોમાં થશે. સાથે જ જાપાન, અમેરિકા અને યુરોપમાં તેની નિકાસ પણ કરવામાં આવશે. 7,600 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેક્ટ જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ સાથેની ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યો છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે હાલમાં ભારતનો ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર અંદાજે 13 લાખ કરોડ રૂપિયાનું ઉદ્યોગ બની ચૂક્યો છે અને તેનાથી 25 લાખથી વધુ લોકોને રોજગાર મળ્યો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.