
Supreme Court Quashes FIRs Against Students: NEET સહિત પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે જુલાઈ દરમિયાન થયેલા વિદ્યાર્થીઓના આંદોલનને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 20થી 25 જુલાઈ દરમિયાન થયેલા વિદ્યાર્થી...

RE-NEET પરીક્ષાને લઈને દેશભરમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષા પૂર્વે આજે તમામ કેન્દ્રો પર મોકડ્રિલ યોજાઈ રહી છે, જેમાં પ્રશ્નપત્ર અને અન્ય સામગ્રીની હેરફેર સહિતની વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવશે. અમદાવાદમાં 23 કેન્દ્રો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે રાજ્યભરમાં 77 હજાર વિદ્યાર્થીઓ RE-NEETમાં ભાગ લેશે. NTA દ્વારા સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જોઈએ આ અહેવાલ.

NEET-UG રિ-એગ્ઝામ પહેલા એક ચોંકાવનારો કિસ્સો મહારાષ્ટ્રના નાગપુરમાંથી સામે આવ્યો છે. જ્યાં વિદ્યાર્થીએ પરીક્ષા કેન્દ્ર માટે નાગપુર, વર્ધા અને ભંડારાની પસંદગી કરી હોવા છતાં તેને UAEના અબુ ધાબીમાં પરીક્ષા કેન્દ્ર ફાળવાયું હોવાનો પરિવારનો આક્ષેપ છે. આ મામલે વિદ્યાર્થીના પિતાએ પરીક્ષા એજન્સીની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. આખરે કેવી રીતે ભારતના બદલે અબુ ધાબી કેન્દ્ર ફાળવાયું, તે અંગે હવે ચર્ચા તેજ બની છે.

નીટ-યુજી રી-એગ્ઝામ પહેલાં ટેલિગ્રામ એપ પર કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધને દિલ્હી હાઈકોર્ટે યોગ્ય ગણાવ્યો છે. હાઈકોર્ટે શુક્રવારે ટેલિગ્રામ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી અને સરકારના નિર્ણયને યથાવત રાખ્યો.

NEET-UG રી-એક્ઝામ પહેલા સરકારે મોટો નિર્ણય લીધો છે. પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા જાળવવા માટે ભારતમાં ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, સાથે જ મેસેજ એડિટ ફીચર પણ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું છે.

NEET પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રહેલી ચિંતા અને ઉત્સુકતાનો ફાયદો ઉઠાવી સાયબર ઠગોએ કરોડોની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે NEET પેપર લીક અને રિફંડ ફ્રોડ સંબંધિત બે અલગ-અલગ કેસોમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આશરે 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ પાસેથી દોઢ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.

NEET પરીક્ષાના પેપર લીક અને પરીક્ષા રદ થવાના વિવાદ વચ્ચે મધ્યપ્રદેશના મૌગંજ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ડોક્ટર બનવાનું સ્વપ્ન જોતી અને NEETની તૈયારી કરતી વિદ્યાર્થિની આકાંક્ષા ચતુર્વેદીએ પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાએ સમગ્ર પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો છે.

NEET Exam Controversy: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET ને લઈને વિવાદ ઉભો થયો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે આ સમગ્ર મામલો બાળકો અને તેમના પરિવારો માટે ખૂબ જ પીડાદાયક અને પરેશાન કરનારો છે.

NEET 2026 Re Exam Date: NEET પેપર લીક કૌભાંડે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે અને વિદ્યાર્થીઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ હોબાળા વચ્ચે, કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે પહેલીવાર મીડિયા સમક્ષ હાજર થયા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ગુનેગારો પાતાળમાંથી પણ શોધી લઇશું. જોકે, પ્રેસ કોન્ફરન્સ પહેલા જ NTA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નવી તારીખો વિશે માહિતી આપી દીધી હતી. વિદ્યાર્થીઓ 21 જૂને ફરી પોતાનું નસીબ અજમાવશે. પ્રવેશ કાર્ડ અને પરીક્ષા કેન્દ્રો અંગેની માહિતી NTA દ્વાર

તપાસ દરમિયાન અનેક મોબાઈલ ફોનમાંથી “Forwarded many times” લખાણવાળા ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે પેપર ખૂબ મોટા સ્તરે ફેલાઈ ગયું હતું. સીકરથી કેરળ સુધી જોડાયું કનેક્શન આ સમગ્ર કૌભાંડનું મુખ્ય કેન્દ્ર રાજસ્થાનનો સીકર જિલ્લો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ચુરુના એક યુવકનું નામ ખુલ્યું છે, જે હાલમાં કેરળની મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો છે. આરોપ છે કે યુવકે 1 મેના રોજ સીકરમાં રહેતા પોતાના મિત્રને આ સામગ્રી મોકલી હતી, જ્યાંથી તે PG ઓપરેટરો, કરિયર કાઉન્સેલરો અને વિદ્યાર્થીઓ સુધ