NEET રી-એક્ઝામ પહેલા મોટો નિર્ણય: ભારતમાં ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ



ફાઈલ ફોટો
NEET રી-એક્ઝામ પહેલા મોટો નિર્ણય: ભારતમાં ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ



ફાઈલ ફોટો
નવી દિલ્હી: NEET-UG રી-એક્ઝામને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ટેલિગ્રામ મેસેજિંગ એપના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધ લાગુ કર્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ મંગળવારે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી હતી.
NTA અનુસાર ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) એ માહિતી ટેકનોલોજી કાયદા, 2000 ની કલમ 69A હેઠળ આ નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ 22 જૂન 2026 સુધી અમલમાં રહેશે. NEET-UG રી-એક્ઝામ 21 જૂને યોજાવાની છે.
સરકાર દ્વારા ટેલિગ્રામને તેનું મેસેજ એડિટ ફીચર 30 જૂન 2026 સુધી બંધ રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. એટલે કે ભારતમાં યુઝર્સ હાલમાં મોકલેલા મેસેજમાં ફેરફાર કરી શકશે નહીં.
NTAનું કહેવું છે કે કેટલાક તત્વો ટેલિગ્રામનો ઉપયોગ કરીને પરીક્ષા સંબંધિત ખોટા પેપર લીકના પુરાવા તૈયાર કરી રહ્યા હતા. પરીક્ષાની પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.




