
Banaskantha News: અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત વહીવટી તંત્રે દબાણો દૂર કરી માર્ગ ખુલ્લા કર્યા. શક્તિદ્વાર પાસે અંડરપાસની કામગીરીને પગલે કાર્યવાહી કરાઈ.

Kheda News: ખેડાના આતરસુંબા બસ સ્ટેન્ડ વિસ્તારમાં 15 વર્ષ જૂનાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે. 43 જેટલી કાચી દુકાનોના દબાણો હટાવાશે.

Jamnagar Encroachment Drive: જામનગરમાં દબાણ હટાવવાની મહાનગરપાલિકાની મેગા કવાયત સામે વેપારીઓમાં નારાજગી જોવા મળી છે. પવનચક્કીથી લાલપુર બાયપાસ સુધી ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ...

Mumbai Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે-48ના કિનારે વર્ષોથી રહેલા અનધિકૃત બાંધકામો અને અતિક્રમણો સામે હવે જિલ્લા પ્રશાસને કડક વલણ અપનાવ્યું છે. પાલઘરના જિલ્લા કલેક્ટર ડૉ. ઇન્દુ રાની જાખડે નેશનલ હાઈવે ઓથોરિટીને હાઈવેની હદમાં ચિહ્નિત કરવામાં આવેલા તમામ અતિક્રમણો સામે 15 દિવસની અંદર કાર્યવાહી પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચના આપી છે.

જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લઈને મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. કસ્તુરબા સોસાયટી અને માર્કેટિંગ યાર્ડ વચ્ચે પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધરૂપ બનેલી ગેરકાયદે કમ્પાઉન્ડ વોલ તોડી પાડતા આશરે 1,500 ચોરસ મીટર જમીન ખુલ્લી થઈ છે. જેના કારણે આગામી ચોમાસામાં સ્થાનિકોને મોટી રાહત મળવાની આશા છે.

જામનગરના બેડી વિસ્તારમાં આજે તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો સામે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે સવારથી જ JCB, ટ્રેક્ટરો અને અન્ય ભારે મશીનરી સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

વિરમગામ શહેરમાં સ્ટેટ હાઇવે નં. 17 પર રોડ વિસ્તરણ અને જાહેર હિતના પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા વિશાળ દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગંગાસર તળાવ નજીક આવેલા વિવિધ દબાણો સામે કાયદેસરની કાર્યવાહી કરીને અંદાજે 4000 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ તેમજ પોલીસ વિભાગના સંકલિત પ્રયાસોથી સમગ્ર કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.