Get News Alerts

Never miss breaking news updates.

જામનગરમાં બુલડોઝર એક્શન: કરોડોની સરકારી જમીન પરના દબાણો દૂર, તંત્રની મેગા કાર્યવાહી

જામનગરના બેડી વિસ્તારમાં આજે તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો સામે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે સવારથી જ JCB, ટ્રેક્ટરો અને અન્ય ભારે મશીનરી સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 12 Jun 2026 12:22 PM IST
જામનગરમાં બુલડોઝર એક્શન: કરોડોની સરકારી જમીન પરના દબાણો દૂર, તંત્રની મેગા કાર્યવાહીજામનગરમાં બુલડોઝર એક્શન: કરોડોની સરકારી જમીન પરના દબાણો દૂર, તંત્રની મેગા કાર્યવાહી

જામનગર: જામનગરના બેડી વિસ્તારમાં આજે તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો સામે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે સવારથી જ JCB, ટ્રેક્ટરો અને અન્ય ભારે મશીનરી સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, બેડી વિસ્તારમાં આશરે 918 ચોરસ મીટર સરકારી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રના જણાવ્યા અનુસાર દબાણમુક્ત કરવામાં આવનાર જમીનની અંદાજિત બજાર કિંમત રૂ. 1.17 કરોડ જેટલી થાય છે.

સવારથી શરૂ થયેલી કામગીરી દરમિયાન JCB અને ટ્રેક્ટરોની મદદથી ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્થળ પર એકત્રિત થયા હતા. કેટલાક લોકોએ વિરોધ નોંધાવતા તંત્ર અને સ્થાનિકો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

અધિકારીઓના જણાવ્યા મુજબ, સંબંધિત દબાણકારોને અગાઉથી નોટિસ પાઠવી દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર ન થતાં આજે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, તોડવામાં આવેલા કેટલાક બાંધકામો સાયેચા ગેંગ સાથે સંકળાયેલા લોકોના હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જોકે આ અંગે તંત્ર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

હાલ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે અને પોલીસની કડક દેખરેખ વચ્ચે ડિમોલિશન કામગીરી યથાવત્ ચાલુ છે. તંત્રનું કહેવું છે કે સરકારી જમીનને દબાણમુક્ત કરી કબજો પરત મેળવવાની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.