જામનગરમાં દબાણ હટાવવાની કાર્યવાહી સામે વેપારીઓનો વિરોધ, દુકાનોના શટર પાડી નોંધાવ્યો રોષ



Jamnagar Encroachment Drive
જામનગરમાં દબાણ હટાવવાની કાર્યવાહી સામે વેપારીઓનો વિરોધ, દુકાનોના શટર પાડી નોંધાવ્યો રોષ



Jamnagar Encroachment Drive
Jamnagar Encroachment Drive: જામનગરમાં દબાણ હટાવવાની મહાનગરપાલિકાની મેગા કવાયત સામે વેપારીઓમાં નારાજગી જોવા મળી છે. પવનચક્કીથી લાલપુર બાયપાસ સુધી ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા રસ્તા પરના ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. કાર્યવાહી દરમિયાન વેપારીઓએ પોતાની દુકાનોના શટર પાડી દઈ એકજૂટ થઈ વિરોધ નોંધાવ્યો હતો. દબાણ હટાવવાની કાર્યવાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વેપારીઓ અને મનપા તંત્ર આમને-સામને જોવા મળ્યા હતા. વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખીને મનપાની કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પવનચક્કીથી લાલપુર બાયપાસ સુધી એસ્ટેટ વિભાગની આ મેગા કાર્યવાહીને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાના મનપાના નિર્ણય સામે વેપારીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મનપાની કાર્યવાહી બાદ વેપારીઓ દ્વારા રજૂઆત અને વિરોધનો સૂર વધુ તેજ બન્યો છે. હવે વેપારીઓની રજૂઆત અંગે મહાનગરપાલિકા તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





