
National News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ તસ્કરીના કથિત સરગના નવપ્રીત સિંહને તુર્કિયેથી ભારત પરત લાવવામાં આવ્યો છે.

Ahmedabad Airport Ganja Seizure: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બેંગકોકથી અમદાવાદ આવેલા એક મુસાફરના ચેક-ઇન બેગેજમાંથી 8.9 કિલો ગાંજો ઝડપાયો હોવાનું સામે...

Narol MD Drugs Case: અમદાવાદમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર કારોબાર સામે નારોલ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે MD ડ્રગ્સ, નશાની ગોળીઓ અને અન્ય મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો...

Delhi Airport Hydroponic Weed Seizure: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ તસ્કરીના અલગ-અલગ ત્રણ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. અધિકારીઓએ ત્રણ મુસાફરો પાસેથી કુલ 6.37 કિલોગ્રામ શંકાસ્પદ હાઇડ્રોપોનિક વીડ જપ્ત કરી છે. આ ત્રણેય મુસાફરોને NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 3.47 કિલો જપ્ત કસ્ટમ્સના જણાવ્યા અનુસાર, બેંગકોકથી આવેલા એક ભારતીય મુસાફરને...

Kutch Drug Mafia Property Seized: રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ગુજરાતમાંથી માદક પદાર્થોનું નેટવર્ક જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસે હવે અત્યાર સુધીની સૌથી કડક વ્યૂહરચના અમલી બનાવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની સ્પષ્ટ સૂચનાઓ અને રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકના આદેશથી, પોલીસે માત્ર ડ્રગ્સ પકડવા અને ગુનેગારોને જેલભેગા કરવાથી આગળ વધીને કાળી કમાણીથી ઊભી કરેલી મિલકતો...

મણિપુરમાં સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલા અલગ-અલગ ઓપરેશનમાં વિવિધ ઉગ્રવાદી સંગઠનો સાથે જોડાયેલા પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બે ડ્રગ તસ્કરોની પણ ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી સફળતા મેળવી છે. બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી અંદાજે ₹5 કરોડની કિંમતનું 5.3 કિલો હાઇડ્રોપોનિક મેરિજુઆના જપ્ત કરવામાં આવ્યું છે. આરોપીએ ડ્રગ્સની ગંધ છુપાવવા માટે બેગમાં લીંબુ ભરી રાખ્યા હતા, છતાં એર ઇન્ટેલિજન્સ યુનિટે તેની ચાલ નિષ્ફળ બનાવી.

Kutch Drug Seizure: ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ અને લોકલ એસઓજીની સંયુક્ત કામગીરીથી કચ્છના દરિયામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં દેશવિરોધી પ્રવૃત્તિઓ અવારનવાર સામે આવતી રહે છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન જહાજમાંથી આશરે ₹200 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

રાજકોટ રૂરલ પોલીસની ‘નો ડ્રગ્સ’ અભિયાનમાં સૌથી મોટી કાર્યવાહી, 108 કિલો સુકા ગાંજા સાથે 3 ઝડપાયા રાજકોટ રૂરલ પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ’ અભિયાન અંતર્ગત અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રૂરલ એસઓજી ટીમે બાતમીના આધારે ઓડિશાથી રાજકોટ લાવવામાં આવી રહેલો 108 કિલો સુકા ગાંજાનો જથ્થો ઝડપી પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ટ્રક સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.