Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં ‘નો ડ્રગ્સ’નો મેગા સ્ટ્રાઈક: 108 કિલો ગાંજો ઝડપાયો, ઓડિશાથી આવતો જથ્થો રૂરલ પોલીસેએ પકડ્યો

રાજકોટ રૂરલ પોલીસની ‘નો ડ્રગ્સ’ અભિયાનમાં સૌથી મોટી કાર્યવાહી, 108 કિલો સુકા ગાંજા સાથે 3 ઝડપાયા રાજકોટ રૂરલ પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ’ અભિયાન અંતર્ગત અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રૂરલ એસઓજી ટીમે બાતમીના આધારે ઓડિશાથી રાજકોટ લાવવામાં આવી રહેલો 108 કિલો સુકા ગાંજાનો જથ્થો ઝડપી પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ટ્રક સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 07 May 2026 01:56 PM IST
રાજકોટમાં ‘નો ડ્રગ્સ’નો મેગા સ્ટ્રાઈક: 108 કિલો ગાંજો ઝડપાયો, ઓડિશાથી આવતો જથ્થો રૂરલ પોલીસેએ પકડ્યોરાજકોટમાં ‘નો ડ્રગ્સ’નો મેગા સ્ટ્રાઈક: 108 કિલો ગાંજો ઝડપાયો, ઓડિશાથી આવતો જથ્થો રૂરલ પોલીસેએ પકડ્યો

રાજકોટ રૂરલ પોલીસની ‘નો ડ્રગ્સ’ અભિયાનમાં સૌથી મોટી કાર્યવાહી, 108 કિલો સુકા ગાંજા સાથે 3 ઝડપાયા રાજકોટ રૂરલ પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ’ અભિયાન અંતર્ગત અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રૂરલ એસઓજી ટીમે બાતમીના આધારે ઓડિશાથી રાજકોટ લાવવામાં આવી રહેલો 108 કિલો સુકા ગાંજાનો જથ્થો ઝડપી પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ટ્રક સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

જિલ્લા પોલીસ વડા Vijaysinh Gurjarએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, નશાના કારોબારને જડમૂળથી નાબૂદ કરવા માટે રૂરલ પોલીસ સતત સક્રિય કામગીરી કરી રહી છે. તે દરમિયાન રૂરલ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે ઓડિશાથી મોટો ગાંજાનો જથ્થો ટ્રક મારફતે રાજકોટ તરફ લાવવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે ટ્રકનો પીછો કરી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ બોટાદ તરફથી ગ્રામ્ય વિસ્તારના કાચા રસ્તાઓનો ઉપયોગ કરીને જથ્થો પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે સમયસર ટ્રક રોકી ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન ટ્રકમાંથી 108 કિલોથી વધુ સુકો ગાંજો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ પણ નાના જથ્થામાં ગાંજાની હેરાફેરી કરી ચૂક્યા હતા, પરંતુ આ વખતે મોટા પાયે જથ્થો મંગાવવામાં આવ્યો હતો.

પોલીસે રાજુ ચૌહાણ, કદારબાપુ શેખ અને હરિ લીંબડીયાની ધરપકડ કરી છે. જ્યારે કાલાવડના મહંમદ રફીક, અબ્દુલ લતીફ તેમજ ઓડિશાના અલેખા નામના શખ્સો ફરાર હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ કાલાવડના આરોપીઓએ ગાંજાનો આ જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્યું છે. સમગ્ર મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.