Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 8.9 કિલો ગાંજો ઝડપાયો

Ahmedabad Airport Ganja Seizure: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બેંગકોકથી અમદાવાદ આવેલા એક મુસાફરના ચેક-ઇન બેગેજમાંથી 8.9 કિલો ગાંજો ઝડપાયો હોવાનું સામે...
R Gajjar
R GajjarUpdated on: 21 Sep 2026 08:16 PM IST
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 8.9 કિલો ગાંજો ઝડપાયોઅમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 8.9 કિલો ગાંજો ઝડપાયો

Ahmedabad Airport Ganja Seizure

Ahmedabad Airport Ganja Seizure: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બેંગકોકથી અમદાવાદ આવેલા એક મુસાફરના ચેક-ઇન બેગેજમાંથી 8.9 કિલો ગાંજો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ શંકાના આધારે મુસાફરને અટકાવી તેના બેગેજની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કપડાં વચ્ચે છુપાવવામાં આવેલા ગાંજાના 14 પેકેટ મળી આવ્યા હતા.

કપડાં વચ્ચે 14 પેકેટમાં ગાંજો છુપાવ્યો હતો

મળેલી માહિતી મુજબ, મુસાફરે ચેક-ઇન બેગેજમાં કપડાંની વચ્ચે ગાંજાના પેકેટો છુપાવ્યા હતા. AIU અધિકારીઓ દ્વારા બેગેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવતા આ પેકેટો મળી આવ્યા હતા. કસ્ટમ્સ અધિકારીઓએ પેકેટોમાં રહેલા પદાર્થની તપાસ કર્યા બાદ કુલ 8.9 કિલો ગાંજો જપ્ત કર્યો હતો.

NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

કસ્ટમ્સ વિભાગે ગાંજો જપ્ત કરી મુસાફરની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી હોવાનું જણાવાયું છે. આ સમગ્ર મામલે કસ્ટમ્સ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મુસાફર આ નશીલો પદાર્થ ક્યાંથી લાવ્યો હતો, તેને કોના સુધી પહોંચાડવાનો હતો અને આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે સહિતના મુદ્દાઓને લઈને તપાસ આગળ વધારવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની આ કાર્યવાહી બાદ આંતરરાષ્ટ્રીય મુસાફરોના બેગેજની તપાસ અને નશીલા પદાર્થોની હેરાફેરી સામેની કાર્યવાહી વધુ ચર્ચામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]