ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠે ATSનો સપાટો: દરિયામાંથી મળ્યું 200 કરોડથી વધુનું ડ્રગ્સ



ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠે ATSનો સપાટો: દરિયામાંથી મળ્યું 200 કરોડથી વધુનું ડ્રગ્સ



Kutch Drug Seizure: ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ અને લોકલ એસઓજીની સંયુક્ત કામગીરીથી કચ્છના દરિયામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં દેશવિરોધી પ્રવૃત્તિઓ અવારનવાર સામે આવતી રહે છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન જહાજમાંથી આશરે ₹200 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

માહિતી મળી હતી કે એક બોટ કરાચી થઈને બ્રાઝિલથી મેક્સિકો આવી રહી છે અને ડિલિવરી દિલ્હીમાં થવાની હતી. હાલ આ મામલે બે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બંને આરોપી દિલ્હીમાં રહેતા હતા અને આ બંને લોકોમાંથી એક યુગાન્ડાનો અને એક નાઇજીરીયાનો હતો. અમુક જથ્થો દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હતો. જ્યારે 118 કિલોગ્રામ વજનના 115 પેકેટ મુદ્દામાલમાં જપ્ત કરવામાં આવ્યો હતો. એક પેકેટની અંદાજિત કિંમત આશરે 10 કરોડ રૂપિયા છે. દિલ્હીથી પ્રતિબંધિત માલનું પરિવહન કરતા બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એક બોટ પર પકડાયો હતો, અને બીજો કૂદી ગયો હતો. તેમની શોધ શરૂ કરવામાં આવી છે. બંને દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહે છે. આ સાથે આરોપીઓ પાસેથી સેટેલાઇટ ફોન સહિત કેટલાક સંદેશાવ્યવહાર સાધનો મળી આવ્યા હતા. માલવાહક જહાજનો ધ્વજ સાયપ્રસનો હતો. અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
200 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, યુરોપથી એક જહાજમાં ડ્રગ્સ આવી રહ્યુ છે. આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાન કનેક્નશ પણ સામે આવી શકે છે. આ અંગેની વોચ રાખીને તપાસ કરતા ગુજરાત એટીએસ અને સ્થાનિક એસઓજીને મોટી સફળતા મળી છે. કચ્છના દરિયામાંથી પોર્ટ પર આ ડ્રગ્સનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન એટીએસ અને એસઓજીની ટીમે ડ્રગ્સ કબજે કરી લીધું છે. આ ડ્રગ્સની બજાર કિંમત 200થી 500 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું અને ક્યાં લઈ જવામાં આવતું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ કચ્છના દરિયાકાંઠે બિનવારસુ ડ્રગ્સ મળી આવ્યું હતું. બોર્ડર સિક્યુરિટી ફોર્સના (BSF) સર્ચ ઓપરેશનમાં જખૌ નજીક આવેલા ઇબ્રાહિમ બેટ પરથી ચરસના 11 બિનવારસુ પેકેટ મળી આવ્યા હતા. BSFની ટીમ જ્યારે જખૌના ઇબ્રાહિમ બેટના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન પર હતી, ત્યારે આ શંકાસ્પદ ચરસ પેકેટો મળી આવ્યા હતા. મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવવો એ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો મોટો વિષય બન્યો છે. ભૌગોલિક પરિસ્થિતિને કારણે કચ્છનો દરિયાકાંઠો અને ક્રીક વિસ્તાર ડ્રગ્સ સ્મગલિંગ માટે અત્યંત સંવેદનશીલ સાબિત થઈ રહ્યો છે.
પ્રાથમિક તપાસ અને સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, પકડાયેલો આ નશીલા પદાર્થોનો મોટો જથ્થો યુરોપના દેશોમાંથી વાયા સમુદ્ર માર્ગે ભારત તરફ લાવવામાં આવી રહ્યો હતો. આ ડ્રગ્સ સિન્ડિકેટ પાછળ કયા વૈશ્વિક માફિયાઓ સક્રિય છે, તેમજ આ જથ્થો ભારતમાં કોને ડિલિવર કરવાનો હતો અને સ્થાનિક સ્તરે આ નેટવર્કના તાર ક્યાં જોડાયેલા છે, તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ ચક્રો ગતિમાન કર્યા છે.
ઓપરેશન દરમિયાન જહાજ પર સવાર કેટલાક શકમંદ શખ્સોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ તમામ શખ્સોની હાલ કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ મગાવાયેલા જથ્થાના અસલી માસ્ટરમાઇન્ડ સુધી પહોંચી શકાય. આ ચકચારી કેસ અને ઓપરેશનની ટેકનિકલ વિગતો આપવા માટે ગુજરાત ATS દ્વારા આજે બપોરે એક હાઈ-લેવલ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેમાં ડ્રગ્સના ચોક્કસ વજન અને પકડાયેલા તસ્કરોની ઓળખ અંગે મોટા ખુલાસા થઈ શકે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



