Y

Yoga Day 2026

અમેરિકામાં યોગ દિવસની ધૂમ! ટાઈમ્સ સ્ક્વેરથી ટેક્સાસ સુધી હજારો લોકોએ કર્યો યોગાભ્યાસ

અમેરિકામાં યોગ દિવસની ધૂમ! ટાઈમ્સ સ્ક્વેરથી ટેક્સાસ સુધી હજારો લોકોએ કર્યો યોગાભ્યાસ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર અમેરિકામાં પણ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર, વોશિંગ્ટન ડીસી, ટેક્સાસ સહિત અનેક શહેરોમાં વિશાળ યોગ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો.

Rahul Desai
યોગ-ડે પર રાજકોટમાં અનોખી ઉજવણી, સ્વિમિંગ પૂલમાં થયા એક્વા યોગા

યોગ-ડે પર રાજકોટમાં અનોખી ઉજવણી, સ્વિમિંગ પૂલમાં થયા એક્વા યોગા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજકોટમાં અનોખી ઉજવણી જોવા મળી હતી. રેસકોર્સ ખાતે આવેલા લોકમાન્ય તિલક સ્નાનાગાર ગૃહમાં 50 જેટલી મહિલાઓ અને 15 જેટલા બાળકોએ એક્વા યોગા કરીને યોગનું મહત્વ ઉજાગર કર્યું હતું. મહિલાઓએ જણાવ્યું હતું કે ઋષિમુનિઓએ આપેલી યોગની પરંપરા કુદરતની અમૂલ્ય બક્ષિસ છે અને એક દિવસ નહીં પરંતુ જીવનભર યોગને અપનાવવો જોઈએ. એક્વા યોગા શરીર માટે ખૂબ જ લાભદાયી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Rahul Desai
શું સૂર્ય નમસ્કારથી વધે છે આત્મવિશ્વાસ અને ઊર્જા? જાણો યોગ મુદ્રાઓ અને તેના ફાયદા

શું સૂર્ય નમસ્કારથી વધે છે આત્મવિશ્વાસ અને ઊર્જા? જાણો યોગ મુદ્રાઓ અને તેના ફાયદા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ના અવસરે સૂર્ય નમસ્કાર ફરી એકવાર ચર્ચામાં છે. યોગશાસ્ત્રમાં સૂર્ય નમસ્કારને સંપૂર્ણ યોગ અભ્યાસ માનવામાં આવે છે, કારણ કે તેમાં 12 અલગ-અલગ યોગ મુદ્રાઓનો સમાવેશ થાય છે. નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરવાથી શરીર અને મન બંનેને લાભ મળે છે, સાથે જ વ્યક્તિમાં સકારાત્મકતા અને આત્મવિશ્વાસ વધવામાં પણ મદદ મળી શકે છે.

Growth Now News
વિશ્વ યોગ દિવસની તૈયારીઓને લઈ પ્રહલાદનગર ગાર્ડનમાં સમીક્ષા બેઠક યોજાઈ

વિશ્વ યોગ દિવસની તૈયારીઓને લઈ પ્રહલાદનગર ગાર્ડનમાં સમીક્ષા બેઠક યોજાઈ

વિશ્વ યોગ દિવસને લઈને અમદાવાદમાં તૈયારીઓએ જોર પકડ્યું છે. પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોજાનાર ભવ્ય યોગ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah પણ ઉપસ્થિત રહેવાના હોવાથી તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે. હજારો યોગસાધકોની હાજરી વચ્ચે કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે સ્થળ પર તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને સુરક્ષા સહિતની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. શું છે સમગ્ર આયોજન, જોઈએ આ અહેવાલમાં.

Rahul Desai
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 જૂને ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 21 જૂને યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યસ્તરીય કાર્યક્રમમાં ભાગ લઈ નાગરિકો સાથે યોગાભ્યાસ કરશે અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપશે.

Rahul Desai
ગુજરાતમાં 1.25 કરોડ લોકો ઉજવશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ :હર્ષ સંઘવી

ગુજરાતમાં 1.25 કરોડ લોકો ઉજવશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ :હર્ષ સંઘવી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને ગુજરાતમાં ભવ્ય તૈયારીઓ પૂર્ણતાના આરે છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે 21 જૂને રાજ્યભરમાં 24 હજારથી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાશે, જેમાં અંદાજે 1.25 કરોડ લોકો ભાગ લેશે. રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ માણસા ખાતે યોજાશે, જ્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ યોગ દિવસની ઉજવણીમાં જોડાશે.

Rahul Desai
ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ભવ્ય કાર્યક્રમ, 1500થી વધુ લોકોએ  ભાગ લીધો

ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ભવ્ય કાર્યક્રમ, 1500થી વધુ લોકોએ ભાગ લીધો

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં કોર્પોરેટ જગતના પ્રતિનિધિઓ, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો સહિત 1500થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Rahul Desai