Get News Alerts

Never miss breaking news updates.

વિશ્વ યોગ દિવસની તૈયારીઓને લઈ પ્રહલાદનગર ગાર્ડનમાં સમીક્ષા બેઠક યોજાઈ

વિશ્વ યોગ દિવસને લઈને અમદાવાદમાં તૈયારીઓએ જોર પકડ્યું છે. પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોજાનાર ભવ્ય યોગ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah પણ ઉપસ્થિત રહેવાના હોવાથી તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે. હજારો યોગસાધકોની હાજરી વચ્ચે કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે સ્થળ પર તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને સુરક્ષા સહિતની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. શું છે સમગ્ર આયોજન, જોઈએ આ અહેવાલમાં.
Rahul Desai
Rahul DesaiUpdated on: 20 Jun 2026 01:23 PM IST
વિશ્વ યોગ દિવસની તૈયારીઓને લઈ પ્રહલાદનગર ગાર્ડનમાં સમીક્ષા બેઠક યોજાઈવિશ્વ યોગ દિવસની તૈયારીઓને લઈ પ્રહલાદનગર ગાર્ડનમાં સમીક્ષા બેઠક યોજાઈ

અમદાવાદ: આગામી વિશ્વ યોગ દિવસને ધ્યાનમાં રાખીને અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમની તૈયારીઓની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી Amit Shahની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

 

કાર્યક્રમમાં ભાગ લેનારા હજારો યોગસાધકોને સુવ્યવસ્થિત અને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે માટે આયોજન, સુરક્ષા, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓ અને આગેવાનોએ સ્થળનું નિરીક્ષણ કરીને વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

આ પ્રસંગે શહેર પ્રમુખ Prerak Shah, મેયર Hitesh Barot, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન Kamlesh Patel, ધારાસભ્ય Amit Thaker, મહાનગર મહામંત્રી Darshak Thakar સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ યોગ દિવસના કાર્યક્રમને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.