Get News Alerts

Never miss breaking news updates.

ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ભવ્ય કાર્યક્રમ, 1500થી વધુ લોકોએ ભાગ લીધો

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં કોર્પોરેટ જગતના પ્રતિનિધિઓ, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો સહિત 1500થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 Jun 2026 12:02 PM IST
ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ભવ્ય કાર્યક્રમ, 1500થી વધુ લોકોએ  ભાગ લીધોગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ભવ્ય કાર્યક્રમ, 1500થી વધુ લોકોએ  ભાગ લીધો

ગાંધીનગર આ અવસરે Gujarat Yog Boardના ચેરમેન શિશુપાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન Narendra Modiના નેતૃત્વમાં સેવા, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થયા છે અને આ દિશામાં યોગ બોર્ડ સતત કાર્યક્રમો યોજી રહ્યું છે.

તેમણે કહ્યું કે “કોર્પોરેટ માટે યોગ” પહેલ અંતર્ગત વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને કર્મચારીઓને યોગ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમના મુજબ યોગ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ સંપૂર્ણ આરોગ્ય વિજ્ઞાન છે, જે શરીરની શક્તિ વધારવાની સાથે રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનાવે છે.

ગિફ્ટ સિટીના એમડી સંજય કુમારે જણાવ્યું હતું કે ગુજરાત યોગ બોર્ડ અને રાજ્ય સરકારના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અહીં કામ કરતા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. તેમણે જણાવ્યું કે આગામી સમયમાં ગિફ્ટ સિટીમાં નિયમિત યોગ ક્લાસીસ શરૂ કરવાની યોજના છે.

આ કાર્યક્રમમાં અભિનેતા મયૂર વકાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના અનુભવ શેર કરતા જણાવ્યું કે યોગ સત્ર દરમિયાન તેમને ઊર્જાવાન અને સકારાત્મક અનુભવ થયો હતો. તેમણે યોગને સ્વસ્થ જીવનનો આધાર ગણાવ્યો અને સૌને દૈનિક જીવનમાં યોગ અપનાવવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમને ભાગ લેનારાઓ તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને આગામી સમયમાં આવા યોગ સત્રોને વધુ નિયમિત રીતે યોજવાની માંગ પણ ઉઠી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.