
Vadodara Bhayli Gang Rape Case: વડોદરાના ભાયલી ગેંગરેપ કેસમાં આખરે સગીર પીડિતાને ન્યાય મળ્યો છે.

Dabhoi Vadodara Highway: પલાસવાડા ગામની સીમમાં એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. અલ્પદ્રષ્ટિ ધરાવતા 28 વર્ષીય દિવ્યાંગ યુવકની સાંકળ વડે ગળે ટૂંપો આપી હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. હત્યા બાદ મૃતકનો મોબાઈલ ફોન પણ લૂંટી આરોપી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ડભોઈ પોલીસે હરિયાણાના એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચીયા ગામમાં બનેલી આધેડની હત્યાના કેસમાં જિલ્લા પોલીસે માત્ર 36 કલાકમાં ચોંકાવનારો ભેદ ઉકેલી દીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દમણ ફરવા જવા માટે પૈસાની જરૂર હોવાથી ગામના જ એક સગીરે આધેડ રમણભાઈ રાઠોડીયાની હત્યા કરીને તેમના બે બકરાં લૂંટી લીધા હતા. પોલીસના જણાવ્યા મુજબ, મૃતક રમણભાઈ રાઠોડીયા બપોરના સમયે ગામની સીમમાં બકરાં...

Vadodara News: વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં 13 વર્ષની સગીર દીકરી પર તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ મામલે પીડિતાની માતાની ફરિયાદના આધારે ડેસર પોલીસ સ્ટેશનમાં આરોપી પિતા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

વડોદરામાં દાંડિયા વિસ્તારમાં 150 મીટર લાંબો ફૂટપાથ ખોદીને રાતો રાત ચોરો બીએસએનએલ વાયર ચોરીને ફરાર થઈ ગયા છે. આ વાતની જાણ લોકોને થઈ ત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. અને ચોરની ઓળખ કરવા માટે સીસીટીવી કેમેરાનો સહારો લેવામાં આવ્યો ત્યારે મનપાના કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે ખાનગી દુકાનોના કેમેરાનો સહારો લઈને ચોરને પકડવા મદદ લીધી હતી.

Vadodara News: વડોદરા તાલુકાના ઉટીયા ગામમાં ખાણ અને ખનીજ વિભાગ, ગાંધીનગરની ટીમ દ્વારા ગેરકાયદે માટી ખનન મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેડ દરમિયાન એક ઓકલેન્ડ મશીન અને ત્રણ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા.

Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામ નજીક મહી નદીના પટમાં ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડ ગાંધીનગર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે અચાનક કરાયેલા આ દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.