Vadodara: વડોદરાના ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટનો મહત્ત્વનો ચુકાદો, પાંચેય દોષિતોને આજીવન કેદ



Vadodara Bhayli Gang Rape Case
Vadodara: વડોદરાના ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટનો મહત્ત્વનો ચુકાદો, પાંચેય દોષિતોને આજીવન કેદ



Vadodara Bhayli Gang Rape Case
Vadodara Bhayli Gang Rape Case: વડોદરાના ભાયલી ગેંગરેપ કેસમાં આખરે સગીર પીડિતાને ન્યાય મળ્યો છે. વડોદરા પોક્સો કોર્ટે કેસમાં સંડોવાયેલા પાંચેય દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દોષિતોએ જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે.

પાંચેય દોષિતોને આજીવન કેદ
પોક્સો કોર્ટના જજ સી.એમ. પવારે આ કેસમાં ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ કિસ્મતઅલી બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, અજમલ સત્તાર અને સૈફઅલી મહેંદી હસનને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટના આ ચુકાદા સાથે આશરે 22 મહિના બાદ સગીર પીડિતાને ન્યાય મળ્યો છે.
4 ઓક્ટોબર 2024ની રાત્રે બની હતી ઘટના
ભાયલી વિસ્તારમાં 4 ઓક્ટોબર 2024ની રાત્રે સગીરા સાથે ગેંગરેપની ઘટના બની હતી. બનાવ બાદ સમગ્ર વડોદરામાં ભારે ચકચાર મચી હતી અને પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મામલો પોક્સો કોર્ટમાં પહોંચ્યા બાદ લાંબી કાનૂની પ્રક્રિયા અને સુનાવણી ચાલી હતી. આખરે કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવી સજા સંભળાવી છે.
જજે ઘટનાને અત્યંત ગંભીર ગણાવી
ચુકાદો આપતી વખતે જજે આ સમગ્ર ઘટનાને અત્યંત દુઃખદ અને ગંભીર ગણાવી હતી. ખાસ કરીને માં અંબાની આરાધનાના પર્વ દરમિયાન બનેલી આ ઘટનાને સાંખી શકાય નહીં, તેવી નોંધ પણ જજ દ્વારા ચુકાદામાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કોર્ટે સમગ્ર ઘટનાની ગંભીરતા અને તેની અસરને ધ્યાનમાં રાખીને દોષિતોને કડક સજા ફટકારી છે.
22 મહિના બાદ પીડિતાને ન્યાય
ઘટનાના આશરે 22 મહિના બાદ આવેલા આ ચુકાદાને પગલે પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. પોક્સો કોર્ટના ચુકાદા બાદ હવે પાંચેય દોષિતોને આજીવન કેદની સજા ભોગવવી પડશે. આ કેસમાં કોર્ટે આપેલો ચુકાદો સગીરાઓ સામેના ગંભીર ગુનાઓમાં કાયદાની કડક કાર્યવાહીનો સંદેશ આપતો મહત્વપૂર્ણ ચુકાદો માનવામાં આવી રહ્યો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



