Get News Alerts

Never miss breaking news updates.

સાવલીમાં ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, કરોડોનો મુદ્દામાલ જપ્ત

Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામ નજીક મહી નદીના પટમાં ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડ ગાંધીનગર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે અચાનક કરાયેલા આ દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
Admin
AdminUpdated on: 16 Jun 2026 04:55 PM IST
સાવલીમાં ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, કરોડોનો મુદ્દામાલ જપ્તસાવલીમાં ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, કરોડોનો મુદ્દામાલ જપ્ત

Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામ નજીક મહી નદીના પટમાં ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડ ગાંધીનગર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે અચાનક કરાયેલા આ દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, ફ્લાઈંગ સ્કોડની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી અને ગેરકાયદેસર રીતે ચાલતી ખનન પ્રવૃત્તિઓને પકડી પાડી હતી. દરોડા દરમિયાન બ્રેકર મશીન, હિટાચી મશીનરી અને ટ્રકો સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, સ્થળ પરથી ખનન માટે ઉપયોગમાં લેવાતા તમામ સાધનો અને વાહનો પર કબજો લેવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે.

કાર્યવાહી બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી છે અને ખાણ-માફિયાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વિભાગે વધુ તપાસ શરૂ કરી છે અને આ મામલે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ફ્લાઈંગ સ્કોડ ગાંધીનગરની આ કડક કાર્યવાહીને કારણે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ કરનારામાં ફફડાટ ફેલાયો છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.