વડોદરાના ડેસરમાં પિતાની કાળી કરતૂત, 13 વર્ષીય સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું



વડોદરાના ડેસરમાં પિતાની કાળી કરતૂત, 13 વર્ષીય સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું



Vadodara News: વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં 13 વર્ષની સગીર દીકરી પર તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ મામલે પીડિતાની માતાની ફરિયાદના આધારે ડેસર પોલીસ સ્ટેશનમાં આરોપી પિતા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, આરોપીએ ઘરમાં જ સગીર દીકરી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવાયું છે. આ ઘટનાની જાણ થતાં માતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો, જેના આધારે પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આરોપી સામે પોક્સો એક્ટની કલમ 3(એ), 4, 5(એન) અને 6 સહિત સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ ડેસર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
ફરિયાદ નોંધાયા બાદ આરોપી પિતા ફરાર થઈ ગયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આરોપીને ઝડપી પાડવા માટે ડેસર પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.




