
Mehsana News: મહેસાણા RTOની રાત્રિ ચેકિંગ ઝુંબેશમાં પાંચ વિસ્તારોમાં 192 ચલણ ફટકારાયા. અનધિકૃત LED લાઇટ અને ઓવરલોડિંગ સામે સૌથી વધુ કાર્યવાહી કરાઈ.

Jamnagar News: જામનગરમાં પવનચક્કી પાસે ખંભાળિયા ગેટ પોલીસ ચોકી દ્વારા વાહનચાલકોની તપાસ કરવામાં આવી હતી. નિયમોનું પાલન કર્યા વિના વાહન ચલાવતા લોકો સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા.

Ahmedabad Road Safety Bike Rally: શહેરમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસ અને TRB જવાનો દ્વારા 4 કિમીની બાઈક રેલી યોજવામાં આવી હતી. સેવા...

Navsari Bike Rally Road Safety: માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા નવસારીમાં અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા...

Gujarat Fancy Number Plate Mega Drive: ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે નંબર પ્લેટ વગરના, ચેડાં કરેલી તેમજ અયોગ્ય કે ફેન્સી નંબર પ્લેટવાળા...

Rajkot: રાજકોટ શહેરમાં ગુનાખોરી અને ટ્રાફિક નિયમોના ભંગ પર અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા નવા જાહેરનામા મુજબ માન્ય નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ, ડીઝલ કે CNG ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ આદેશ 17 ઓગસ્ટ 2026થી અમલમાં આવ્યો છે અને 15 ઓક્ટોબર 2026 સુધી એટલે કે કુલ 60 દિવસ માટે લાગુ રહેશે.

Next Generation Challan Gujarat: ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં તા. 12 ઓગસ્ટ, 2026થી ન્યૂ નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. સુધારેલી વ્યવસ્થા હેઠળ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ચલણ ઇસ્યુ કરવાની, તેની ચૂકવણી કરવાની તેમજ ચલણ સામે વાંધો રજૂ કરવાની પ્રક્રિયા વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે. નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ ટ્રાફિક અમલીકરણમાં વધુ પારદર્શિતા લાવવાનો, વાહનચાલકોને ચલણ અંગે સમયસર...

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈને હવે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અકસ્માતો પર અંકુશ લાવવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે કપરાડા પોલીસ દ્વારા મોડિફાઇડ બાઇકો તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

આ અભિયાન દરમિયાન વિવિધ સરકારી કચેરીઓના ગેટ પર ખાસ વાહન ચેકિંગ હાથ ધરાશે. હેલ્મેટ વિના વાહન ચલાવતા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે.