Get News Alerts

Never miss breaking news updates.

Gujarat Fancy Number Plate Mega Drive: ગુજરાતમાં ફેન્સી અને નંબર પ્લેટ વગરના વાહનો સામે પોલીસની મેગા ડ્રાઇવ

Gujarat Fancy Number Plate Mega Drive: ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે નંબર પ્લેટ વગરના, ચેડાં કરેલી તેમજ અયોગ્ય કે ફેન્સી નંબર પ્લેટવાળા...
R Gajjar
R GajjarUpdated on: 22 Sep 2026 04:05 PM IST
Gujarat Fancy Number Plate Mega Drive: ગુજરાતમાં ફેન્સી અને નંબર પ્લેટ વગરના વાહનો સામે પોલીસની મેગા ડ્રાઇવGujarat Fancy Number Plate Mega Drive: ગુજરાતમાં ફેન્સી અને નંબર પ્લેટ વગરના વાહનો સામે પોલીસની મેગા ડ્રાઇવ

Gujarat Fancy Number Plate Mega Drive

Gujarat Fancy Number Plate Mega Drive: ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે નંબર પ્લેટ વગરના, ચેડાં કરેલી તેમજ અયોગ્ય કે ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે રાજ્યવ્યાપી વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ ઝુંબેશ 1 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર 2026 સુધી ચાલશે.

20 દિવસમાં 18,014 કેસ

આ વિશેષ ડ્રાઇવ અંતર્ગત 1થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કુલ 18,014 કેસ કરવામાં આવ્યા છે. જ્યારે વાહનોની નંબર પ્લેટ સાથે ચેડાં કરવાના કિસ્સાઓમાં કુલ 4,187 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા કુલ રૂ. 58.56 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે.

સુરત અને વડોદરામાં સૌથી વધુ કાર્યવાહી

રાજ્યવ્યાપી ઝુંબેશ દરમિયાન વિવિધ શહેરો અને જિલ્લાઓમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાં 1,786, વડોદરા શહેરમાં 1,959 અને બનાસકાંઠામાં 1,363 કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડાની સૂચના બાદ અન્ય જિલ્લાઓ અને શહેરોમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા નંબર પ્લેટની તપાસ સહિતની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે.

ફેન્સી નંબર પ્લેટ સામે કડક કાર્યવાહી

પોલીસ દ્વારા ખાસ કરીને એવી નંબર પ્લેટ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં નંબર સ્પષ્ટ રીતે દેખાતો ન હોય, નંબર સાથે ચેડાં કરવામાં આવ્યા હોય અથવા ફેન્સી ફોન્ટ અને સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસ.પી. વી. સાહિત્યાએ વાહનચાલકોને પોતાના વાહનો પર નિયમાનુસાર સ્પષ્ટ અને સરળતાથી દેખાય તેવી નંબર પ્લેટ લગાવવા અપીલ કરી છે.

14 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે ઝુંબેશ

પોલીસ તંત્ર દ્વારા નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે. આ વિશેષ રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ 14 ઓક્ટોબર 2026 સુધી ચાલુ રહેશે. ગુજરાત પોલીસ દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વાહનની નંબર પ્લેટમાં કોઈપણ પ્રકારના ફેરફાર કે ફેન્સી ડિઝાઇનનો ઉપયોગ ન કરે અને નિયમાનુસાર નંબર પ્લેટ લગાવી ટ્રાફિક નિયમોનું પાલન કરે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]