Ahmedabadમાં માર્ગ સલામતીને લઈને 4 કિમી બાઈક રેલી, ટ્રાફિક નિયમોના પાલનનો અપાયો સંદેશ



Ahmedabad Road Safety Bike Rally
Ahmedabadમાં માર્ગ સલામતીને લઈને 4 કિમી બાઈક રેલી, ટ્રાફિક નિયમોના પાલનનો અપાયો સંદેશ



Ahmedabad Road Safety Bike Rally
Ahmedabad Road Safety Bike Rally: શહેરમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસ અને TRB જવાનો દ્વારા 4 કિમીની બાઈક રેલી યોજવામાં આવી હતી. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી આ રેલી દરમિયાન વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. બાઈક રેલી દરમિયાન પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગથી દૂર રહેવા વાહનચાલકોને અપીલ કરવામાં આવી હતી. સાથે જ વાહનચાલકોને લેફ્ટ ટર્ન દરમિયાન અન્ય વાહનોની અવરજવર માટે રસ્તો ખુલ્લો રાખવા સૂચના આપવામાં આવી હતી.

રાહદારીઓની સુરક્ષાને પ્રાથમિકતા
માર્ગ સલામતી અંગે સંદેશ આપતા પોલીસ કમિશનરે વાહનચાલકોને રાહદારીઓનું સન્માન અને તેમની સુરક્ષાનું ધ્યાન રાખવા અપીલ કરી હતી. રસ્તા પર અકસ્માત સર્જાય ત્યારે ઘાયલ વ્યક્તિને મદદ કરવા આગળ આવી ‘રાહવીર’ બનવા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી.

રોંગ સાઈડ અને લેફ્ટ સાઈડ બ્લોકિંગ અંગે સર્વે
માર્ગ સલામતીને વધુ અસરકારક બનાવવા માટે શહેરમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને લેફ્ટ સાઈડ બ્લોકિંગ અંગે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક વ્યવસ્થામાં અડચણરૂપ બનતી બાબતોને ઓળખીને તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત રસ્તાઓની રોડ એન્જિનિયરિંગ સંબંધિત ખામીઓ દૂર કરવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી વાહનચાલકો અને રાહદારીઓ માટે માર્ગ વ્યવસ્થા વધુ સુરક્ષિત બની શકે.

નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી
ટ્રાફિક પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ટ્રાફિક નિયમોના ભંગ બદલ થતી ઈ-ચલાનની કામગીરીને વધુ ઝડપી બનાવવામાં આવશે. માર્ગ સલામતી અંગે યોજાયેલી આ બાઈક રેલીનો મુખ્ય હેતુ વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ અકસ્માતો ઘટાડવા માટે જવાબદાર ડ્રાઇવિંગનો સંદેશ પહોંચાડવાનો રહ્યો હતો.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





