ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ: એક મહિના સુધી કડક કાર્યવાહી કરાશે



AI Image
ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ: એક મહિના સુધી કડક કાર્યવાહી કરાશે



AI Image
અમદાવાદ : ગુજરાતમાં અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક તંત્ર ફરી એક્શનમાં આવ્યું છે. રાજ્યમાં આજથી એક મહિના માટે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં સરકારી અને ખાનગી બંને પ્રકારના વાહનચાલકોને આવરી લેવામાં આવશે.

આ અભિયાન દરમિયાન વિવિધ સરકારી કચેરીઓના ગેટ પર ખાસ વાહન ચેકિંગ હાથ ધરાશે. હેલ્મેટ વિના વાહન ચલાવતા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે.
ટ્રાફિક વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે સમગ્ર મે મહિના દરમિયાન આ ડ્રાઈવ ચાલુ રહેશે. સાથે જ હેલ્મેટ ડ્રાઈવનો દૈનિક (ડે-ટુ-ડે) રિપોર્ટ સોંપવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
જોકે, આ અભિયાનને લઈને કેટલાક સવાલો પણ ઊભા થયા છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજકીય રેલીઓમાં મોટા ભાગના લોકો હેલ્મેટ વિના જોવા મળ્યા હતા, છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. હવે ચૂંટણી પૂર્ણ થતાં જ કડક અમલ શરૂ થતા તંત્રની કામગીરી ચર્ચાનો વિષય બની છે.




