
Gujarat : ગુજરાતમાં હવામાનને લઈને આગામી ત્રણ કલાક મહત્વપૂર્ણ બની શકે છે. IMDના તાત્કાલિક હવામાન એલર્ટ મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

Gujarat Rain : ગુજરાતમાં હવામાનને લઈને આગામી કેટલાક કલાકો મહત્વપૂર્ણ બની શકે છે. મળતી માહિતી મુજબ અમરેલી, બોટાદ અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Ahmedabad Rain : અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદે જોર પકડતાં શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ ગયો છે. કાળા ડિબાંગ વાદળો, વીજળીના કડાકા-ભડાકા અને ભારે વરસાદ પડયો છે.

કેરળમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી કુદરતી આફત વચ્ચે અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું મુખ્યમંત્રી વી.ડી. સતીશને જણાવ્યું છે. આ ઉપરાંત 8 લોકો હજુ પણ લાપતા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો તેમજ ઘર અને રોજગાર ગુમાવનાર લોકોને સરકાર તરફથી આર્થિક સહાય આપવાની ખાતરી આપી છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની આગાહી વચ્ચે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. ખાસ કરીને 31 જુલાઈના રોજ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Heavy Rain Relief Commissioner Press Conference: ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત કમિશ્નર ગૌરાંગ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યની હાલની સ્થિતિ અને સરકાર દ્વારા હાથ ધરાયેલી રાહત કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. રાહત કમિશ્નરે જણાવ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે રેડ...

Delhi NCR Rain Alert: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના NCR વિસ્તારમાં આખરે ચોમાસાએ જોરદાર દસ્તક આપી છે. દિલ્હી, ગુરુગ્રામ, નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનને કારણે વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. લાંબા સમયથી ગરમી અને ભેજથી પરેશાન લોકો માટે વરસાદ રાહત લઈને આવ્યો છે. મંગળવારે સવારે જ આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ ગયા...

ભારત હવામાન વિભાગ (India Meteorological Department) એ મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વ્યાપક વરસાદની આગાહી કરતા રાજ્યના 31 જિલ્લાઓ માટે હવામાન ચેતવણી જાહેર કરી છે. જેમાં 25 જિલ્લાઓને યેલો એલર્ટ અને 6 જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે, જે ભારે વરસાદ, વીજળી સાથેના વાવાઝોડા અને તેજ પવનની શક્યતા દર્શાવે છે.

દેશના અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ 17 રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 8 જૂનથી આગામી કેટલાક દિવસો દરમિયાન ઉત્તર-પૂર્વ ભારત, દક્ષિણ ભારત અને કેટલાક મધ્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ઉનાળાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હિટવેવની આગાહી કરી છે. ખાસ કરીને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર થતાં લોકો માટે બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે.

Unseasonal Rain Ahmedabad : ગુજરાતમાં ભરઉનાળે અમદાવાદ અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં આજે(3 એપ્રિલ, 2026) કમોસમી વરસાદ થયો છે. હવામાન વિભાગે આજે શુક્રવારે અને આગામી 7 એપ્રિલે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. તેવામાં અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે. પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન...