
India-Switzerland Partnership : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગાય પરમેલિન વચ્ચે સોમવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.

Rajeev Khandelwal Vande Bharatam: અભિનેતા અને જાણીતા હોસ્ટ રાજીવ ખંડેલવાલ હવે એક નવા અને હેતુપૂર્ણ પ્રોજેક્ટ સાથે જોડાવા જઈ રહ્યા છે. તેઓ Adani Groupના મહત્વાકાંક્ષી નવા શો ‘Vande Bharatam’ના હોસ્ટ તેમજ એમ્બેસેડર તરીકે જોવા મળશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ દેશના વિવિધ ખૂણામાં રહેલી ઉદ્યોગસાહસિક પ્રતિભા, નવીન વિચારો અને પરિવર્તન લાવનારા લોકોને શોધીને તેમને આગળ વધવા માટે યોગ્ય મંચ આપવાનો છે....

Vande Bharatam Initiative: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની વિચારધારા અને નવીનતા તથા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી ‘વંદે ભારતમ’ પહેલને દેશભરમાંથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. આ પહેલ હેઠળ સમગ્ર ભારતમાંથી પ્રાપ્ત થયેલી 26,000થી વધુ અરજીઓમાંથી પ્રથમ નવોદિત સંશોધકોના સમૂહની પસંદગી કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત ‘વંદે ભારતમ’ને દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી વ્યાપક આવકારરુપે અરજીઓ મળી...

ગુજરાતના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન ક્ષમતા અને નવીન વિચારસરણી વિકસે તે હેતુથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)-2026 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 10થી 17 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે યોજાતો આ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ બાળકોને પોતાના વિસ્તારની સ્થાનિક સમસ્યાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરી તેના વ્યવહારુ ઉકેલો રજૂ કરવાની તક આપે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મજબૂત નીતિગત વાતાવરણને કારણે ભારતનું અંતરિક્ષ ક્ષેત્ર નવી પેઢીના ઇનોવેટર્સની પ્રતિભા અને ઊર્જાનો લાભ લઈ રહ્યું છે. જેના કારણે વૈશ્વિક સ્તરે ભારતનું નેતૃત્વ વધુ મજબૂત બની રહ્યું છે. આ વાત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહી હતી.

પટણા, 26 જુલાઈ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને પટણાના કદમકુઆ સ્થિત પીરમોહાની-લોહાનીપુર વિસ્તારમાં સ્થાનિક લોકો અને પોતાના પરિવારજનો સાથે સાંભળ્યો હતો. કાર્યક્રમ બાદ તેમણે કહ્યું કે ‘મન કી બાત’ દેશના લોકો દ્વારા કરવામાં આવી રહેલા નવાચાર, સામાજિક પ્રયાસો અને પર્યાવરણ સંરક્ષણની પહેલને રાષ્ટ્રીય અને વૈશ્વિક ઓળખ અપાવતું અસરકારક માધ્યમ બની ગયું છે.

ભારતમાં 5G સેવા શરૂ થયાને લગભગ ચાર વર્ષ પૂર્ણ થવા આવ્યા છે અને હવે દેશ 6G યુગમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે 2030 સુધી દેશમાં 6G સેવા શરૂ કરવાના લક્ષ્ય સાથે રોડમેપ તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. આ સમગ્ર પહેલમાં સ્વદેશી ટેક્નોલોજી, પેટન્ટ વિકાસ અને સ્થાનિક ઇનોવેશન પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

અમેરિકાના કેટલાક સાંસદોએ ટ્રમ્પ પ્રશાસનને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની હાલની વિઝા વ્યવસ્થા યથાવત રાખવાની અપીલ કરી છે. સાંસદોએ ચેતવણી આપી કે સ્ટુડન્ટ વિઝા પર કડક મર્યાદા મૂકવાથી અમેરિકાની ટેક્નોલોજી, સંશોધન અને અર્થતંત્રને નુકસાન થઈ શકે છે.

વડાપ્રધાન Narendra Modi પોતાના પાંચ દેશોના પ્રવાસના ત્રીજા તબક્કામાં આજે Swedenની મુલાકાતે જશે. સ્વીડનના વડાપ્રધાન Ulf Kristersson સાથેની બેઠક દરમિયાન વેપાર, ગ્રીન ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિફેન્સ અને ઇનોવેશન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા થવાની છે.

વૉંગે વધુમાં જણાવ્યું કે સિંગાપુરની કંપની Surbana Jurong હાલ ગિફ્ટ સિટી (ગાંધીનગર)ને અમદાવાદ સાથે જોડતા રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ફેઝ-1 પર કામ કરી રહી છે. સુરતની Auro University ખાતે યોજાયેલી ઉદ્ઘાટન સત્રમાં તેમણે ભારત-સિંગાપુર વચ્ચેના મજબૂત વેપાર સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો.

આ કોન્ફરન્સ દ્વારા દક્ષિણ ગુજરાતના વિકાસને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારની સ્પષ્ટ નીતિઓ અને મજબૂત અમલીકરણ ક્ષમતાના કારણે ગુજરાત ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વસમાવેશક વિકાસના માર્ગે સતત આગળ વધી રહ્યું છે.