નવી પેઢીના ઇનોવેશનથી ભારતનું અંતરિક્ષ ક્ષેત્ર નવી ઊંચાઈએ પહોંચ્યું: પીયૂષ ગોયલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મજબૂત નીતિગત વાતાવરણને કારણે ભારતનું અંતરિક્ષ ક્ષેત્ર નવી પેઢીના ઇનોવેટર્સની પ્રતિભા અને ઊર્જાનો લાભ લઈ રહ્યું છે. જેના કારણે વૈશ્વિક સ્તરે ભારતનું નેતૃત્વ વધુ મજબૂત બની રહ્યું છે. આ વાત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહી હતી.
Growth Now News
Growth Now News
નવી પેઢીના ઇનોવેશનથી ભારતનું અંતરિક્ષ ક્ષેત્ર નવી ઊંચાઈએ પહોંચ્યું: પીયૂષ ગોયલનવી પેઢીના ઇનોવેશનથી ભારતનું અંતરિક્ષ ક્ષેત્ર નવી ઊંચાઈએ પહોંચ્યું: પીયૂષ ગોયલ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મજબૂત નીતિગત વાતાવરણને કારણે ભારતનું અંતરિક્ષ ક્ષેત્ર નવી પેઢીના ઇનોવેટર્સની પ્રતિભા અને ઊર્જાનો લાભ લઈ રહ્યું છે. જેના કારણે વૈશ્વિક સ્તરે ભારતનું નેતૃત્વ વધુ મજબૂત બની રહ્યું છે. આ વાત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહી હતી.

સ્કાયરૂટ એરોસ્પેસના સહ-સ્થાપક અને સીઈઓ પવન કુમાર ચંદના તથા સહ-સ્થાપક નાગા ભરત ડાકા સાથે મુલાકાત બાદ પીયૂષ ગોયલે વિકમ-1 મિશનની ઐતિહાસિક સફળતા બદલ યુવા ટીમની પ્રશંસા કરી હતી. વિકમ-1 ભારતના ખાનગી ક્ષેત્ર દ્વારા નિર્મિત અને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવેલ પ્રથમ ઓર્બિટલ રોકેટ હોવાનું જણાવાયું છે.

પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે 10 જૂન 2026ના રોજ વિકમ-1 મિશનની સફળતાને સમર્થન આપવા માટે પોસ્ટકાર્ડ પર હસ્તાક્ષર કરવો તેમના માટે યાદગાર ક્ષણ હતી. તેમણે કહ્યું કે આ નાનકડા પ્રોત્સાહનથી શરૂ થયેલી યાત્રા આજે ભારતની અસાધારણ સફળતાનું પ્રતીક બની છે.

મુલાકાત દરમિયાન ભારતના અંતરિક્ષ ક્ષેત્રના ભવિષ્ય અને સ્પેસ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી. આ સાથે દેશના પ્રતિભાશાળી એન્જિનિયરોને ભારતમાં જ નવીનતા અને ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા પર પણ ભાર મૂકાયો હતો.

સ્કાયરૂટના સહ-સ્થાપકોએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. વડાપ્રધાને વિકમ-1 મિશનની સફળતા સહિત ભારતના ખાનગી અંતરિક્ષ ક્ષેત્રના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી અને સ્કાયરૂટની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.