India-Switzerland Partnership: ભારત-સ્વિટ્ઝર્લેન્ડની ભાગીદારીના ત્રણ મજબૂત સ્તંભ, ઈનોવેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી : પીએમ મોદી


India-Switzerland Partnership
India-Switzerland Partnership: ભારત-સ્વિટ્ઝર્લેન્ડની ભાગીદારીના ત્રણ મજબૂત સ્તંભ, ઈનોવેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી : પીએમ મોદી


India-Switzerland Partnership
India-Switzerland Partnership : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગાય પરમેલિન વચ્ચે સોમવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠક બાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત-સ્વિટ્ઝર્લેન્ડના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે ઈનોવેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એડવાન્સ્ડ ટેક્નોલોજી બંને દેશોની ભાગીદારીના ત્રણ મજબૂત સ્તંભ છે.
EFTA દેશો વચ્ચે ઐતિહાસિક ટ્રેડ એન્ડ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ લાગુ
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ગાય પરમેલિનનું સ્વાગત કરતાં તેમના ભારત-સ્વિટ્ઝર્લેન્ડ સંબંધો પ્રત્યેના સહયોગની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે તેમના સમર્થનથી ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન એટલે કે EFTA દેશો વચ્ચે ઐતિહાસિક ટ્રેડ એન્ડ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ લાગુ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, યુરોપના કોઈપણ આર્થિક બ્લોક સાથે ભારતનો આ પ્રથમ FTA છે.
બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે મિલિટરી એક્સચેન્જ, ડિફેન્સ પ્રોડક્શન અને સહયોગની નવી સંભાવનાઓ ઓળખવામાં આવી છે. સાથે જ ન્યૂક્લિયર એનર્જીના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવા માટે પણ સહમતિ બની છે. ભારત અને સ્વિટ્ઝર્લેન્ડના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરતાં મોદીએ સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીની સ્વિટ્ઝર્લેન્ડ સાથે જોડાયેલી સ્મૃતિઓને યાદ કરી હતી.
રાષ્ટ્રપતિ ગાય પરમેલિન ત્રણ દિવસની રાજકીય મુલાકાતે ભારત આવ્યા
આ ઉપરાંત સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતીય ઉત્પાદનો માટે માર્કેટ એક્સેસ વધારવા અને બંને દેશો વચ્ચે રોકાણને સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. તેનાથી ભારતના કૃષિ, ફાર્મા, ટેક્સટાઈલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રના નિકાસને લાભ થવાની શક્યતા છે. સાથે જ બાયોટેક, લાઈફ સાયન્સિસ, બેન્કિંગ, ઈન્શ્યોરન્સ, ફૂડ પ્રોસેસિંગ અને સસ્ટેનેબિલિટી જેવા ક્ષેત્રોમાં સ્વિસ રોકાણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ગાય પરમેલિન ત્રણ દિવસની રાજકીય મુલાકાતે ભારત આવ્યા છે. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે વિવિધ એમઓયુનું પણ આદાન-પ્રદાન થયું હતું.
આ પણ વાંચો : યોગી સરકારનો મોટો નિર્ણય: ભદોહી હવે ‘સંત રવિદાસ નગર ભદોહી’ તરીકે ઓળખાશે, બે ઐતિહાસિક વિરાસતને સ્થાન




