
Bullet Train Project: મુંબઈ–અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. સુરતથી બિલીમોરા વચ્ચેના એલિવેટેડ રૂટ પર ઓવરહેડ ઈલેક્ટ્રિફિકેશન (OHE) સિસ્ટમને ઊર્જીકૃત કરવામાં આવી.

India's First Bullet Train: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન અંગે મોટી અપડેટ જાહેર કરી છે અને તેના અંગે યુદ્ધ સ્તરે ચાલી રહેલા દરેક કાર્યની માહિતી આપી છે.

અમદાવાદ: દેશના સૌથી મહત્ત્વાકાંક્ષી મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મોટી સિદ્ધિ નોંધાઈ છે. મહારાષ્ટ્રના ઠાણે ખાડી વિસ્તારમાં દેશની પ્રથમ અંડરસી રેલવે ટનલ માટે બીજી ટનલ બોરિંગ મશીન (TBM) દ્વારા ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, સમગ્ર 508 કિલોમીટર લાંબા હાઇ-સ્પીડ રેલ કોરિડોરમાં વિદ્યુતીકરણનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશની પ્રથમ અંડરસી રેલવે ટનલ પ્રોજેક્ટ અંતર્ગત...

તેલંગાણાના શમશાબાદ વિસ્તારમાં પ્રસ્તાવિત બુલેટ ટ્રેન હબ માટે જમીન સંપાદન મુદ્દે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. બહાદુરગુડા ગામમાં ખેડૂતોના વિરોધ છતાં અધિકારીઓએ 650 એકર જમીન પર ફેન્સિંગની કામગીરી ચાલુ રાખી છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને બહારના લોકોને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ સિદ્ધિ નોંધાઈ છે. અમદાવાદના અનુપમ ફ્લાયઓવર પર 80 મીટર લાંબા 'મેક ઇન ઇન્ડિયા' સ્ટીલ બ્રિજનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. 1,004 મેટ્રિક ટન વજન ધરાવતો આ બ્રિજ અત્યાધુનિક ટેક્નોલોજી અને હાઈડ્રોલિક સિસ્ટમની મદદથી સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે નિર્ધારિત 17 સ્ટીલ બ્રિજમાંથી 15 બ્રિજનું કામ પૂર્ણ થયું છે.

આ કામગીરી 8, 13, 19, 24 અને 29 એપ્રિલ, 2026ના રોજ સચોટ આયોજન સાથે સક્રિય ભારતીય રેલવે ટ્રેક ઉપર કરવામાં આવી હતી। સૌથી ભારે બીમનું વજન આશરે 1,360 મેટ્રિક ટન હતું, જેને 8 એપ્રિલે લોન્ચ કરવામાં આવ્યું હતું। આ કામગીરીને ઓપરેશનલ રેલવે લાઇન ઉપર અત્યાર સુધીની સૌથી ભારે લિફ્ટિંગ કામગીરીમાંની એક માનવામાં આવી રહી છે। બાકીના બીમનું વજન 1,170થી 1,360 મેટ્રિક ટન વચ્ચે હતું.