Bullet Train Project: સુરત–બિલીમોરા બુલેટ ટ્રેન રૂટ પર મોટી સફળતા, અપ અને ડાઉન બંને લાઇનમાં OHE સિસ્ટમ શરૂ

Bullet Train Project: મુંબઈ–અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. સુરતથી બિલીમોરા વચ્ચેના એલિવેટેડ રૂટ પર ઓવરહેડ ઈલેક્ટ્રિફિકેશન (OHE) સિસ્ટમને ઊર્જીકૃત કરવામાં આવી.
Kunjan Shukal
Kunjan Shukal
સુરત–બિલીમોરા બુલેટ ટ્રેન રૂટ પર મોટી સફળતાસુરત–બિલીમોરા બુલેટ ટ્રેન રૂટ પર મોટી સફળતા

સુરત–બિલીમોરા બુલેટ ટ્રેન રૂટ પર મોટી સફળતા

Bullet Train Project: મુંબઈ–અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. સુરતથી બિલીમોરા વચ્ચેના એલિવેટેડ રૂટ પર ઓવરહેડ ઈલેક્ટ્રિફિકેશન (OHE) સિસ્ટમને ઊર્જીકૃત કરવામાં આવી છે. આ સાથે સુરત–બિલીમોરા સેક્શનની અપ અને ડાઉન બંને લાઇનમાં વીજ પ્રવાહ શરૂ કરવામાં આવ્યો છે.

14 ટ્રેક્શન સબ-સ્ટેશન બનાવાયા

આશરે 50 કિલોમીટર લાંબા આ સેક્શનમાં ચાર નદીઓ પરના પુલ તેમજ નેશનલ હાઈવે-53 પર બનાવવામાં આવેલા સ્ટીલ બ્રિજનો સમાવેશ થાય છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સમગ્ર કોરિડોરમાં વિશ્વસ્તરીય 2 × 25 kV ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જે હાઈસ્પીડ ટ્રેનના સંચાલન માટે જરૂરી વીજળી પૂરી પાડશે. 508 કિલોમીટર લાંબા સમગ્ર મુંબઈ–અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરમાં કુલ 14 ટ્રેક્શન સબ-સ્ટેશન (TSS) બનાવવામાં આવ્યા છે. આ સબ-સ્ટેશનો નેશનલ ગ્રીડમાંથી વીજળી મેળવી ટ્રેક્શન સિસ્ટમને વીજ પુરવઠો પૂરો પાડશે.

સુરક્ષા નિયમોનું પાલન કરવા કડક સૂચના

નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે આવેલા પ્રથમ ટ્રેક્શન સબ-સ્ટેશનમાં ટ્રાન્સફોર્મર, કંટ્રોલ પેનલ સહિતના ઈન્સ્ટોલેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સબ-સ્ટેશનોને GETCOના 220 kV અંબેઠા ગ્રીડ સબ-સ્ટેશનમાંથી વીજ પુરવઠો આપવામાં આવશે. આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં અવાજનું પ્રદૂષણ ઘટાડવા માટે વાયાડક્ટ પર આશરે 94,000 નોઈઝ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે. સમગ્ર વીજળી નેટવર્કનું સંચાલન અને મોનિટરિંગ કેન્દ્રીયકૃત કંટ્રોલ સેન્ટર દ્વારા કરવામાં આવશે. OHE સિસ્ટમ ઊર્જીકૃત થતાં તંત્ર દ્વારા નાગરિકો, મુસાફરો અને શ્રમિકોને ઓવરહેડ વીજ ઉપકરણોની નજીક ન જવા અને સુરક્ષા નિયમોનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Surat News: આંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકીનો પર્દાફાશ, ભેસ્તાન પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા