B

Breaking News

Gujarat Latest News Live : અમરેલીના જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી

Gujarat Latest News Live : અમરેલીના જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી

અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે.

Nisha Parmar
Vadodara: NH-48 પર જંબુવા બ્રિજ નજીક અજાણ્યા વ્યક્તિનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો, ચકચાર

Vadodara: NH-48 પર જંબુવા બ્રિજ નજીક અજાણ્યા વ્યક્તિનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો, ચકચાર

Vadodara: વડોદરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર જંબુવા બ્રિજ ઉતરતા થોડા આગળ ખાડી નજીક એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

Nisha Parmar
Arvalli માં ડામર ભરેલું ટ્રેક્ટર રસ્તા વચ્ચે જ ખોટવાયું, ડામર રોડ પર વહેવા લાગ્યો

Arvalli માં ડામર ભરેલું ટ્રેક્ટર રસ્તા વચ્ચે જ ખોટવાયું, ડામર રોડ પર વહેવા લાગ્યો

Arvalli જિલ્લામાં મેઘરજ-મોડાસા રોડ પર એક અનોખી ઘટના સામે આવી છે. બગીચા વિસ્તાર નજીક ડામર ભરેલું ટ્રેક્ટર અચાનક રસ્તા વચ્ચે જ અટવાઈ જતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Vivek Shah
Boat Accident in Nigeria : નાઇજીરીયામાં નદીમાં હોડી પલટી જતા 47 ના મોત, નદી પાર કરતા બની ઘટના

Boat Accident in Nigeria : નાઇજીરીયામાં નદીમાં હોડી પલટી જતા 47 ના મોત, નદી પાર કરતા બની ઘટના

Boat Accident in Nigeria : નાઇજીરીયામાં ગુરુવારે એક ભયાનક હોડી દુર્ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા સોકોટો રાજ્યમાં મુસાફરોને લઈ જઈ રહેલી મોટી હોડી નદીમાં પલટી ગઈ.

Growth Now News
Amreli: છાપરી ગામના તળાવમાં ડૂબી જતાં 17 વર્ષીય યુવાનનું મોત, પંથકમાં શોકનો માહોલ

Amreli: છાપરી ગામના તળાવમાં ડૂબી જતાં 17 વર્ષીય યુવાનનું મોત, પંથકમાં શોકનો માહોલ

Amreli: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે તળાવમાં ડૂબી જવાથી 17 વર્ષીય યુવાનનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. છાપરી ગામે તળાવમાં ન્હાવા પડતાં સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી.

Rahul Desai
Rajkot: જેતપુરમાં હોટલના રૂમમાં તીનપત્તીનો જુગાર ઝડપાયો, ₹41.26 લાખનો મુદ્દામાલ જપ્ત

Rajkot: જેતપુરમાં હોટલના રૂમમાં તીનપત્તીનો જુગાર ઝડપાયો, ₹41.26 લાખનો મુદ્દામાલ જપ્ત

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર-જુનાગઢ હાઈવે પર આવેલી વ્રજ વાટિકા હોટલમાં રાજકોટ રેન્જ પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં હોટલના રૂમમાંથી રોકડ રકમ, બે કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹41.26 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Rahul Desai
Ahmedabad Rural: બગોદરા હાઈવે પર દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ, ₹41.94 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Ahmedabad Rural: બગોદરા હાઈવે પર દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ, ₹41.94 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Ahmedabad Rural: અમદાવાદ ગ્રામ્યના બગોદરા હાઈવે પરથી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બગોદરા પોલીસે ટોલટેક્સ નજીક વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે ઉત્તર પ્રદેશ પાસિંગના ટ્રકને ઝડપી પાડ્યો હતો. ટ્રકની તલાશી લેતા તેમાંથી 7,164 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, ટ્રક અને મોબાઈલ સહિત કુલ ₹41.94 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Rahul Desai
Indonesia Earthquake : ઇન્ડોનેશિયા ધ્રૂજ્યું, 7.7ના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી

Indonesia Earthquake : ઇન્ડોનેશિયા ધ્રૂજ્યું, 7.7ના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી

Indonesia Earthquake : ઇન્ડોનેશિયામાં શનિવારે સવારે શક્તિશાળી ભૂકંપના આંચકાથી ખળભળાટ મચી ગયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ઇન્ડોનેશિયાના દરિયાકાંઠા નજીક આવેલા આ ભૂકંપની તીવ્રતા 7.7 નોંધાઈ છે. ભૂકંપ બાદ ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, આબોહવા અને ભૂ-ભૌતિકશાસ્ત્ર એજન્સી દ્વારા સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

Growth Now News
Surat ના કામરેજમાં ભેળસેળયુક્ત ઘીના ગેરકાયદે ઉત્પાદનનો પર્દાફાશ, 5157 લીટર ઘી સ્થળ પરથી સીઝ કરાયું

Surat ના કામરેજમાં ભેળસેળયુક્ત ઘીના ગેરકાયદે ઉત્પાદનનો પર્દાફાશ, 5157 લીટર ઘી સ્થળ પરથી સીઝ કરાયું

Surat ના કામરેજ વિસ્તારમાં તહેવારો પહેલા ભેળસેળયુક્ત ઘીના ગેરકાયદે ઉત્પાદનનો પર્દાફાશ થયો છે. કામરેજના ધોરણ પારડી ખાતે ફૂડ સેફટી વિભાગ અને જિલ્લા LCB દ્વારા સંયુક્ત રીતે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉનમાં દરોડો પાડીને મોટી માત્રામાં ઘી અને ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતા ઓઈલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Growth Now News
Surat Police :   ડુમસના ફાર્મ હાઉસમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ, 22 લોકોને ઝડપી પોલીસે 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Surat Police : ડુમસના ફાર્મ હાઉસમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ, 22 લોકોને ઝડપી પોલીસે 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Surat Police : સુરતના ડુમસ વિસ્તારમાં મોડી રાત્રે એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી કથિત દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. 14 ઓગસ્ટની મોડી રાત્રે જન્મદિવસની ઉજવણી માટે એકઠા થયેલા લોકો વચ્ચે દારૂ અને બિયરની પાર્ટી ચાલી રહી હોવાની માહિતીના આધારે ડુમસ પોલીસે કાર્યવાહી કરી હતી.

Growth Now News
Independence Day 2026 :  દરિયાના મોજાં વચ્ચે લહેરાયો તિરંગો, પોરબંદરમાં અનોખી દેશભક્તિ

Independence Day 2026 : દરિયાના મોજાં વચ્ચે લહેરાયો તિરંગો, પોરબંદરમાં અનોખી દેશભક્તિ

Independence Day 2026 : દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલ વચ્ચે થઈ રહી છે. દેશના વિવિધ ખૂણાઓમાં લોકો અને સંસ્થાઓ દ્વારા અલગ-અલગ રીતે રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોરબંદરમાં સ્વાતંત્ર્ય પર્વની એક અનોખી અને રોમાંચક ઉજવણી જોવા મળી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું.

Growth Now News
Independence Day 2026 : અમદાવાદમાં AMC દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઈ, મેયર અને મ્યુ.કમિશનર રહ્યાં હાજર

Independence Day 2026 : અમદાવાદમાં AMC દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઈ, મેયર અને મ્યુ.કમિશનર રહ્યાં હાજર

Independence Day 2026 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા, એકતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉજાગર કરતી આ ઉજવણીમાં ધ્વજવંદન સમારોહ સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

Growth Now News
Independence Day 2026 : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં તિરંગાને સલામી, દેશભક્તિના રંગે રંગાયું વડોદરા

Independence Day 2026 : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં તિરંગાને સલામી, દેશભક્તિના રંગે રંગાયું વડોદરા

Independence Day 2026 : દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યો છે. ગુજરાતમાં પણ વિવિધ શહેરો અને જિલ્લાઓમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વડોદરા ખાતે પણ વિશેષ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Growth Now News
Independence Day 2026 : 80મા સ્વાતંત્ર્ય પર્વે ‘કમલમ્’ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે કર્યુ ધ્વજારોહણ

Independence Day 2026 : 80મા સ્વાતંત્ર્ય પર્વે ‘કમલમ્’ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે કર્યુ ધ્વજારોહણ

Independence Day 2026 : દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ ગૌરવ, ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યો છે. ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પણ 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વિશેષ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Growth Now News
PM Modi on Independence Day : બંધેજ પાઘડીમાં PM મોદીનો ‘અનોખો’ અંદાજ, લાલ કિલ્લેથી ભારતીયોને આપ્યો ખાસ સંદેશ

PM Modi on Independence Day : બંધેજ પાઘડીમાં PM મોદીનો ‘અનોખો’ અંદાજ, લાલ કિલ્લેથી ભારતીયોને આપ્યો ખાસ સંદેશ

PM Modi on Independence Day : દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ ગૌરવ અને દેશભક્તિના માહોલમાં ઉજવી રહ્યો છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ અંદાજમાં જોવા મળ્યા. આ વખતે તેમની પરંપરાગત સ્વાતંત્ર્ય દિવસની પાઘડી ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે.

Growth Now News
નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર હુમલો,  હોસ્પિટલમાં દાખલ

નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર હુમલો,  હોસ્પિટલમાં દાખલ

Sukhbir Singh Badal Attack: બાદલ પર ગુરુદ્વારા પરિસરમાં હુમલો થતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, એક નિહંગ શીખે તેમના પર ધારદાર હથિયાર, કૃપાણથી હુમલો કર્યો હતો. ઘટનામાં બાદલના હાથમાં ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. તેમને સારવાર માટે નાંદેડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગુરુદ્વારા પરિસરમાં થયો હુમલો મળતી માહિતી મુજબ, નાંદેડના માતા સાહિબ કૌર વિસ્તારના ગુરુદ્વારા ખાતે...

Rupin Bakraniya