Surat Police : ડુમસના ફાર્મ હાઉસમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ, 22 લોકોને ઝડપી પોલીસે 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Surat Police : સુરતના ડુમસ વિસ્તારમાં મોડી રાત્રે એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી કથિત દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. 14 ઓગસ્ટની મોડી રાત્રે જન્મદિવસની ઉજવણી માટે એકઠા થયેલા લોકો વચ્ચે દારૂ અને બિયરની પાર્ટી ચાલી રહી હોવાની માહિતીના આધારે ડુમસ પોલીસે કાર્યવાહી કરી હતી.
Growth Now News
Growth Now News
surat police dummas raidsurat police dummas raid

surat police dummas raid

Surat Police : પોલીસની કાર્યવાહી દરમિયાન ફાર્મ હાઉસમાંથી 8 મહિલાઓ સહિત 20થી વધુ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ કુલ 22 લોકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. પાર્ટીમાં દારૂ અને બિયર સહિતનો જથ્થો મળી આવ્યો હોવાનો પોલીસનો દાવો છે. મોડી રાત્રે ફાર્મ હાઉસમાં ચાલતી બર્થડે પાર્ટી પર પોલીસ અચાનક પહોંચી જતા પાર્ટીમાં હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે સ્થળ પરથી દારૂ અને બિયર સહિતનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

22 લોકોની અટકાયત કરવામાં આવી
આ સમગ્ર કાર્યવાહી બાદ અટકાયત કરાયેલા તમામ લોકોને મેડિકલ તપાસ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તમામના જરૂરી મેડિકલ ચેકઅપની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ડુમસ પોલીસની આ કાર્યવાહીમાં આશરે 35 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પાર્ટી માટે ઉપયોગમાં લેવાયેલા સ્થળ અને ત્યાં હાજર લોકો અંગે પણ તપાસ શરૂ કરી છે. જન્મદિવસની ઉજવણીના નામે ફાર્મ હાઉસમાં ચાલી રહેલી આ પાર્ટી પોલીસ કાર્યવાહી બાદ ચર્ચામાં આવી છે. ખાસ કરીને 8 મહિલાઓ સહિત 22 જેટલા લોકોની અટકાયત અને મોટી રકમનો મુદ્દામાલ જપ્ત થતાં સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.

બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા 
ગુજરાતમાં દારૂબંધીના કાયદાને પગલે પોલીસ દ્વારા આવી ગેરકાયદેસર દારૂની મહેફિલો સામે સતત કાર્યવાહી કરવામાં આવે છે. ડુમસ પોલીસની આ કાર્યવાહી પણ તે જ દિશામાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે કબજે કરાયેલા મુદ્દામાલ, પાર્ટીમાં હાજર લોકો અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મેડિકલ તપાસ બાદ કાયદેસરની પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ડુમસ વિસ્તારમાં ફાર્મ હાઉસમાં મોડી રાત્રે થયેલી આ કાર્યવાહીથી ફરી એકવાર ખાનગી પાર્ટીઓમાં દારૂના ઉપયોગને લઈને સવાલો ઉભા થયા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ આગળ ધપાવી છે.