
Bhavnagar: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બાબરીયાત ગામના પ્રગતિશીલ ખેડૂત બુધેશભાઈ મકવાણાએ પરંપરાગત ખેતીથી આગળ વધીને નવીન પાકની ખેતી અપનાવી છે. અગાઉ તેઓ કપાસ, સોયાબીન અને મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા. જોકે, અપેક્ષિત વળતર ન મળતાં તેમણે સોશિયલ મીડિયા મારફતે કંટોલાની ખેતી અંગે માહિતી મેળવી અને આ વર્ષે એક વીઘા જમીનમાં કંટોલાનું વાવેતર કર્યું.

Dahod: સંજેલી-સિંગવડ વિસ્તારમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. ચોમાસુ પાકમાં ખાતર નાખવાનો સમય ચાલી રહ્યો છે ત્યારે યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સહકારી મંડળીઓ, એગ્રો સેન્ટરો અને ખાતરની દુકાનો બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાતરનો જથ્થો પૂરતો ન મળતા કેટલાક ખેડૂતોને ખાલી હાથે પરત ફરવાની ફરજ પડી રહી છે.

બિહારના GI-ટેગ પ્રાપ્ત મિથિલા મખાનાએ વૈશ્વિક બજારમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બિહારથી પ્રથમ વખત GI-ટેગ પ્રાપ્ત મિથિલા મખાનાની 18 મેટ્રિક ટનની ખેપ દરિયાઈ માર્ગે ઓસ્ટ્રેલિયા નિકાસ કરવામાં આવી છે. આ સિદ્ધિને બિહારના ખેડૂતોની મહેનત અને રાજ્યના કૃષિ ઉત્પાદનોની વધતી વૈશ્વિક ઓળખનું ગૌરવપૂર્ણ પ્રમાણ ગણાવવામાં આવી રહ્યું છે.

Gujarat Fertilizer Distribution Transparency: રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં, વ્યાજબી ભાવે અને પારદર્શી રીતે રાસાયણિક ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં સબસિડાઈઝ ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા માટે તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂંક...

Gujarat State Seed Corporation Dividend: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા 2024-25ના વર્ષના ડિવીડન્ડ પેટે રૂ. 6.33 કરોડનો ચેક કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ અર્પણ કર્યો હતો. રાજ્યના ખેડૂતોને શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રમાણિત બિયારણ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ કાર્યરત કરવામાં આવેલુ છે. નિગમે તેની સ્થાપનાના વર્ષથી અત્યાર...

Gujarat Agriculture Leadership Award 2026: ગુજરાતના કૃષિ ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. રાજ્યના કૃષિ વિભાગને વર્ષ 2026નો પ્રતિષ્ઠિત 'એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. બાગાયત ક્ષેત્રે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીમાં યોજાયેલા 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્કલેવમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો....

Farmers Compensation for Power Lines: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. એક તરફ વાવેતરની સિઝન દરમિયાન ખેડૂતોને ડીઝલની અછત ન સર્જાય તે માટે પેટ્રોલ પંપ પરથી 200 લીટર સુધી ડીઝલ મેળવવાની છૂટ આપવામાં આવી છે, તો બીજી તરફ ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન અને વીજ થાંભલાઓ માટે આપવામાં આવતા વળતરમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય...

ભાવનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામે પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ સોલંકીના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. રાજ્યપાલએ ખેતરમાં વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું, ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો અને પરંપરાગત કૃષિ સંસ્કૃતિને જીવંત રાખવાના સંદેશ સાથે જાતે હળ ચલાવી કૃષિ કાર્યમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ‘એક પેડ...

દેશના અનેક રાજ્યોમાં લોકો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં લગભગ 90 ટકા વરસાદની આગાહી કરી છે, પરંતુ જો ચોમાસું અપેક્ષા કરતાં નબળું રહે તો તેની સીધી અસર સામાન્ય લોકોના રસોડાના બજેટ પર પડી શકે છે.

ગુજરાતના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં આગામી 11 જૂન 2026, ગુરુવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને નર્મદા કમાન્ડ વિસ્તારના લાખો ખેડૂતોને મોટી રાહત મળશે.

ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળુ મગનું વાવેતર કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. વર્ષ 2025-26ના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આવતીકાલ તા. 27 મે, 2026થી ખેડૂતોની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થશે. ખેડૂતો આગામી તા. 10 જૂન એટલે કે, 15 દિવસ સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી રજીસ્ટ્રેશન કરાવી શકશે.