મિથિલા મખાનાએ ભરી વૈશ્વિક ઉડાન, બિહારથી ઓસ્ટ્રેલિયા મોકલાઈ 18 મેટ્રિક ટનની પ્રથમ દરિયાઈ ખેપ

બિહારના GI-ટેગ પ્રાપ્ત મિથિલા મખાનાએ વૈશ્વિક બજારમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બિહારથી પ્રથમ વખત GI-ટેગ પ્રાપ્ત મિથિલા મખાનાની 18 મેટ્રિક ટનની ખેપ દરિયાઈ માર્ગે ઓસ્ટ્રેલિયા નિકાસ કરવામાં આવી છે. આ સિદ્ધિને બિહારના ખેડૂતોની મહેનત અને રાજ્યના કૃષિ ઉત્પાદનોની વધતી વૈશ્વિક ઓળખનું ગૌરવપૂર્ણ પ્રમાણ ગણાવવામાં આવી રહ્યું છે.
Rahul Desai
Rahul Desai
મિથિલા મખાનાએ ભરી વૈશ્વિક ઉડાન, બિહારથી ઓસ્ટ્રેલિયા મોકલાઈ 18 મેટ્રિક ટનની પ્રથમ દરિયાઈ ખેપમિથિલા મખાનાએ ભરી વૈશ્વિક ઉડાન, બિહારથી ઓસ્ટ્રેલિયા મોકલાઈ 18 મેટ્રિક ટનની પ્રથમ દરિયાઈ ખેપ

બિહારના GI-ટેગ પ્રાપ્ત મિથિલા મખાનાએ વૈશ્વિક બજારમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બિહારથી પ્રથમ વખત GI-ટેગ પ્રાપ્ત મિથિલા મખાનાની 18 મેટ્રિક ટનની ખેપ દરિયાઈ માર્ગે ઓસ્ટ્રેલિયા નિકાસ કરવામાં આવી છે. આ સિદ્ધિને બિહારના ખેડૂતોની મહેનત અને રાજ્યના કૃષિ ઉત્પાદનોની વધતી વૈશ્વિક ઓળખનું ગૌરવપૂર્ણ પ્રમાણ ગણાવવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની પોસ્ટ રી-પોસ્ટ કરીને આ સિદ્ધિની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે મિથિલાંચલની ધરતીથી ઓસ્ટ્રેલિયાના બજાર સુધી બિહારના મખાનાએ વૈશ્વિક ઉડાન ભરી છે.

મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, દરભંગાના ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવેલી આ મખાનાની  ખેપથી ખેડૂતોને બજાર કિંમતની સરખામણીએ આશરે 18 ટકા વધુ લાભ મળ્યો છે. તેમણે આ નિકાસને બિહારના કૃષિ ક્ષેત્ર માટે ઉત્સાહજનક અને ખેડૂતોની સમૃદ્ધિ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે APEDAના સહયોગથી પ્રથમ વખત 18 મેટ્રિક ટન GI-ટેગ પ્રાપ્ત મિથિલા મખાના દરિયાઈ માર્ગે ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા છે. તેમણે તેને ભારતીય કૃષિ ઉત્પાદનોની વૈશ્વિક પહોંચ વધારવા અને ખેડૂતોને વધુ સારા બજારો ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી.

GI ટેગ મળ્યા બાદ મિથિલા મખાનાની વિશિષ્ટ ઓળખ વધુ મજબૂત બની છે. ઓસ્ટ્રેલિયા માટેની આ પ્રથમ મોટી દરિયાઈ  ખેપ થી મખાના ઉત્પાદકો માટે નવા આંતરરાષ્ટ્રીય બજારોના દ્વાર ખૂલવાની આશા છે.