
ED Raid : મની લોન્ડરિંગ, નાણાકીય ગેરરીતિ અને વિદેશી હૂંડિયામણના નિયમોના કથિત ઉલ્લંઘનને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

કોલકાતા: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રવિવારે કોલકાતામાં નેશનલ લાઇબ્રેરી અને નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ દ્વારા નિર્મિત 'મ્યુઝિયમ ઓફ વર્ડ'ના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે ભારતીય ભાષા, શબ્દ અને સંસ્કૃતિના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે ભાષા વગર કોઈપણ દેશ કે પ્રદેશની સંસ્કૃતિની અભિવ્યક્તિ શક્ય નથી. અમિત શાહે જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસ્કૃતિક...

Kolkata News: પશ્ચિમ કોલકાતાના તારાતલા વિસ્તારમાં બુધવારે બપોરે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રાન્સપોર્ટ ડેપો રોડ પર નિર્માણાધિન ત્રણ માળનું ગોદામ અચાનક ધરાશાયી થઈ ગયું હતું. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતની આશંકા છે.

International Yoga Day 2026 Kolkata: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ના મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી રવિવારે કોલકાતામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) 2026ના રાષ્ટ્રીય સમારોહનું નેતૃત્વ કરશે. આયુષ મંત્રાલયે સોમવારે વાર્ષિક યોગ દિવસ 2026 માટે દેશવ્યાપી અને વૈશ્વિક કાઉન્ટડાઉનની ઔપચારિક શરૂઆત કરી હતી. આ જાહેરાત અહીં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ના ઉદ્ઘાટન સમારોહ...

પીએમ મોદીને ઝાલમુડી ખવડાવ્યા બાદ વિક્રમ સાહુ રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયો હતો. વિક્રમ સાહુ અને પીએમ મોદી વચ્ચે થયેલી વાતચીત સમગ્ર ચૂંટણી દરમિયાન ચર્ચાનો વિષય બની હતી. જો કે, રાતોરાત મળેલી આ પ્રસિદ્ધિ હવે તેના માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે.

રાજ્ય પોલીસ સૂત્રોએ ચશ્મદીદોના હવાલાથી જણાવ્યું હતું કે શરૂઆતમાં એવું લાગતું હતું કે ચંદ્રનાથ રથની કારનો લાંબા સમયથી એક ચારચક્રી વાહન પીછો કરી રહ્યું હતું. જ્યારે તેમની કાર મધ્યગ્રામના દોહરિયા મોડ પર પહોંચી ત્યારે પીછો કરતી ગાડીએ તેમની કારને ઓવરટેક કરીને રસ્તો રોકી દીધો અને હુમલાખોરોએ ગોળીબાર કર્યો. જોકે બાદની તપાસમાં જાણવા મળ્યું કે ચંદ્રનાથ રથની કારનો વાસ્તવમાં એક મોટરસાયકલ દ્વારા પીછો કરવામાં આવી રહ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા Suvendu Adhikariના ખાનગી સહાયક ચંદ્રનાથ રથ હત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. SITએ ઉત્તર પ્રદેશ અને બિહારથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. UPI પેમેન્ટના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે.

પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા બનાવવામાં આવેલી SIT સાથે ગુજરાતની DFS ટીમ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી રહી છે. તપાસ દરમિયાન ગોળીની દિશા, ફાયરિંગનો એંગલ અને ગનશોટ રેસિડ્યુ જેવી ટેક્નિકલ વિગતોનું વિશ્લેષણ કરવામાં આવશે. બેલિસ્ટિક નિષ્ણાતો હુમલામાં વપરાયેલા હથિયારની ઓળખ અને ઘટનાક્રમને પુનઃસર્જિત કરવામાં મદદ કરશે.

પશ્ચિમ બંગાળના રાજકીય ઈતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં 207 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ હવે રાજ્યમાં પ્રથમવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતા પહોંચ્યા છે, જ્યાં તેમણે દક્ષિણેશ્વર કાલી મંદિરના આશીર્વાદ લઈને વિજય ઉત્સવની શરૂઆત કરી છે. આજે સાંજે ધારાસભ્ય દળની બેઠકમાં બંગાળના 'નાથ' એટલે કે મુખ્યમંત્રીના નામ પર મહોર લાગશે, જે બાદ આવતીકાલે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર

કોલકત્તા Suvendu Adhikariના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા કેસમાં તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યારાઓએ સમગ્ર કાવતરું ખૂબ જ સુનિયોજિત રીતે ઘડ્યું હતું, જેથી ઘટનાના બાદ કોઈ પુરાવો હાથ ન લાગી શકે.