CM સુવેન્દુ અધિકારીના PA હત્યા કેસમાં 3 આરોપી ઝડપાયા



CM સુવેન્દુ અધિકારીના PA હત્યા કેસમાં 3 આરોપી ઝડપાયા



કોલકાતા: Suvendu Adhikariના ખાનગી સહાયક ચંદ્રનાથ રથ હત્યા કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસને મોટી સફળતા મળી છે. SITએ ઉત્તર પ્રદેશ અને બિહારથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી ઉત્તર પ્રદેશના બલિયાનો હોવાનું સામે આવ્યું છે, જ્યારે બે આરોપી બિહારના રહેવાસી છે.
માહિતી અનુસાર, કેસની તપાસ કરી રહેલી SITએ ધરપકડ બાદ ત્રણેય આરોપીઓને રાતોરાત કોલકાતા લાવવામાં આવ્યા હતા. સોમવારે તેમને બારાસાત કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. તપાસ એજન્સી અનુસાર ઝડપાયેલા આરોપીઓમાં બિહારના મયંક રાજ મિશ્રા અને વિક્કી મૌર્યનો સમાવેશ થાય છે. જ્યારે ત્રીજો આરોપી રાજ સિંહ ઉત્તર પ્રદેશના બલિયાનો હોવાનું જાણવા મળ્યું છે.
SITએ ઉત્તર પ્રદેશમાં દરોડા પાડી ત્રણ શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. પોલીસને આશા છે કે પૂછપરછ દરમિયાન હત્યાના સમગ્ર કાવતરાનો ખુલાસો થઈ શકે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓમાંથી એકે ટોલ પ્લાઝા પર UPI મારફતે ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. જેના આધારે પોલીસને તેની લોકેશન ટ્રેસ કરવામાં સફળતા મળી હતી અને ત્યારબાદ આરોપીઓ સુધી પહોંચવામાં મદદ મળી હતી.
ઉલ્લેખનીય છે કે 6 મેના રોજ ચંદ્રનાથ રથને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ગોળી વાગ્યા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા રથને સ્થાનિક લોકોની મદદથી નજીકની નર્સિંગ હોમમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. આ હત્યાનો આરોપ All India Trinamool Congressના કાર્યકરો પર લગાવવામાં આવ્યો છે. ઘટના બાદ પશ્ચિમ બંગાળ પોલીસે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી હતી, જેમાં STF અને CIDના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.
તપાસ ટીમ હાલમાં સમગ્ર કેસના સૂત્રોને જોડીને હત્યાના મુખ્ય આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.




