શુભેન્દુ અધિકારીના PA હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા



AI Image
શુભેન્દુ અધિકારીના PA હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા



AI Image
કોલકત્તા Suvendu Adhikariના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા કેસમાં તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યારાઓએ સમગ્ર કાવતરું ખૂબ જ સુનિયોજિત રીતે ઘડ્યું હતું, જેથી ઘટનાના બાદ કોઈ પુરાવો હાથ ન લાગી શકે.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ જે કારનો ઉપયોગ કર્યો હતો તેમાં નકલી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. એટલું જ નહીં, કારના ચેસિસ નંબર અને એન્જિન નંબર પણ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા, જેથી પોલીસ માટે વાહનની ઓળખ કરવી મુશ્કેલ બને.
પોલીસના કહેવા મુજબ, આ હુમલો સંપૂર્ણ પૂર્વઆયોજિત હતો. આરોપીઓએ પહેલા ચંદ્રનાથ રથની કારની રેકી કરી હતી અને પછી યોગ્ય તક જોઈ તેમની કારને ઓવરટેક કરીને રસ્તામાં રોકી ગોળીબાર કર્યો હતો. હુમલો એટલો પ્રોફેશનલ અંદાજમાં કરવામાં આવ્યો હતો કે ઘટનાસ્થળ પરથી કોઈ સ્પષ્ટ પુરાવો ન મળે તે માટે ખાસ તૈયારી કરવામાં આવી હતી.
ચંદ્રનાથ રથ પર નજીકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હુમલાખોરો બાઈક પર આવ્યા હતા અને ગોળીબાર કર્યા બાદ પણ મોત નિશ્ચિત થાય ત્યાં સુધી આસપાસ નજર રાખી હતી. આ ઘટનાએ પશ્ચિમ બંગાળના રાજકીય માહોલમાં ભારે તણાવ ઊભો કર્યો છે.




