
લાંબા સમય બાદ વડોદરામાં કોરોનાનો એક કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. પેટલાદના એક દર્દીને કોરોના પોઝિટિવ આવતા તેને SSG હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. હાલ દર્દીની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે અને તબીબોની ટીમ તેની દેખરેખ રાખી રહી છે.

રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 4 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક શંકાસ્પદ દર્દીના સેમ્પલ રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે.

નાના મૌવા રોડ પર આવેલા જીજે-3 ઢોસા કોર્નરના માલિક રવિ મેઘાણીને 6 માસની સખત કેદ અને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ દ્વારકાધીશ હોટલના માલિક કનુ બાંભવાને પણ 6 માસની સખત કેદ સાથે 2 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.

અધિકારીઓએ જણાવ્યું કે હન્ટાવાયરસની રોકથામ દૈનિક સ્વચ્છતા અને સાવચેત વર્તનથી શક્ય છે. તાવ, માથાનો દુખાવો, માંસપેશીમાં દુખાવો, થાક અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી મદદ લેવાની સલાહ આપવામાં આવી છે.

હંટાવાયરસ સામાન્ય રીતે ઉંદરોના મળ, પેશાબ અથવા લાળના સંપર્કથી ફેલાય છે. જોકે હાલમાં તેના “એન્ડીઝ સ્ટ્રેન”ને લઈને સૌથી વધુ ચિંતા વ્યક્ત થઈ રહી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ પ્રકાર માનવથી માનવમાં ફેલાવાની ક્ષમતા ધરાવે છે, જે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ લઈ શકે છે.

મસાલા ભરવાની સિઝન શરુ થતા જ આરોગ્ય વિભાગ ચેકિગ અભિયાન શરુ કરી દેવામાં આવ્યું છે. સુરત શહેરના આરોગ્ય વિભાગ દ્વારા દરેક મસાલાની દુકાનો અને ગોડાઉનમાં ભેળસેળ પદાર્થોનો ઉપયોગના થાય તે માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. અને રિપોર્ટમાં ભેળસેળ આવશે તો તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આરોગ્ય મંત્રી Praful Pansheriyaએ જણાવ્યું કે નકલી, ગુણવત્તાવિહીન અને નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી રહી છે. સમગ્ર કાર્યવાહી Bhupendra Patelના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ રહી છે.